News Continuous Bureau | Mumbai
એક તરફ જ્યાં જુના કલાકારો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’(TMKOC) શો છોડી રહ્યા છે, તો બીજી બાજુ શો માં નવા કલાકારો ની પણ એન્ટ્રી(new entry) થઇ રહી છે. તાજેતરમાં, નવા નટ્ટુ કાકાનું શોમાં ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને હવે આ શોમાં બિટ્ટુ(Bittu) નામનું એક નવું પાત્ર જોવા મળી રહ્યું છે. હવે સવાલ એ છે કે શું શોમાં ટપ્પુની જગ્યાએ બિટ્ટુ જોવા મળશે. કારણ કે હાલમાં જ સમાચાર આવ્યા હતા કે રાજ અનડકટે બોલિવૂડમાં એન્ટ્રી (bollywood entry)કર્યા બાદ શોને અલવિદા કહી દીધું છે.
જો તમે દરરોજ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો જોતા હોવ તો તમે સમજી જ ગયા હશો કે અમે કયા બિટ્ટુ વિશે વાત કરી રહ્યા છીએ, પરંતુ જો તમે શો ન જોયો હોય, તો તમને જણાવી દઈએ કે ગોકુલધામ સોસાયટીમાં(Gokuldham society) એક નવું પાત્ર દાખલ થયું છે જેનું નામ બિટ્ટુ છે. આ બીજું કોઈ નહીં પણ સોઢીના મિત્રનો દીકરો છે જે હવે સોસાયટીમાં રહેવા આવ્યો છે. ટપ્પુ સેનાની ઉંમરના આ પાત્રને જોઈને લાગે છે કે ટપ્પુની ભરપાઈ કરવા માટે તેને શોમાં લાવવામાં આવ્યો છે. કારણ કે ટપ્પુનું પાત્ર લાંબા સમયથી શોમાં દેખાતું નથી. શોમાં કહેવામાં આવ્યું છે કે ટપ્પુ અભ્યાસ માટે મુંબઈની (Mumbai)બહાર ગયો છે.
આ સમાચાર પણ વાંચો : 27 વર્ષ બાદ ફરી એકસાથે આવશે બોલિવૂડના આ સુપરસ્ટાર્સ-આદિત્ય ચોપરા ની એક્શન ફિલ્મમાં જોવા મળશે જોડી
શોમાં ભલે ગમે તે બોલવામાં આવે, પરંતુ સત્ય એ છે કે હાલમાં રાજ અનડકટે(Raj Anadkat) શોને અલવિદા કહી દીધું છે. એટલા માટે તે ઘણા સમયથી જોવા મળ્યો નથી. તે જ સમયે, જ્યારે રણવીર સિંહ(Ranveer singh) સાથે તેની તસવીર વાયરલ થઈ ત્યારે રાજ અનડકટે આ સમાચારની પુષ્ટિ કરી. તે સ્પષ્ટ થઈ ગયું કે તે બોલિવૂડ તરફ વળ્યો છે. ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. જો કે, રાજે તેના આગામી પ્રોજેક્ટની વિગતો શેર કરી નથી.