ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર
ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન 10 વર્ષની થઈ ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐશ્વર્યા અને અભિષેક તેમની પુત્રીનો જન્મદિવસ ઉજવવા માલદીવ પહોંચી ગયા છે. જો કે, આરાધ્યા તેના માતા-પિતાની ખૂબ જ નજીક છે. ઐશ્વર્યા-અભિષેક જ્યાં પણ જાય છે ત્યાં દીકરી ચોક્કસ તેમની સાથે હોય છે. બંને એક ક્ષણ માટે પણ દીકરીને પોતાનાથી દૂર થવા દેતા નથી. બાય ધ વે, એક વખત આરાધ્યાએ અભિષેક બચ્ચન જાણી ને અન્ય વ્યક્તિને તેના પિતા સમજવા ની ભૂલ કરી હતી.
વાસ્તવ માં, રણબીર કપૂર અભિષેક બચ્ચનની જેમ જ જેકેટ અને કેપ પહેરીને એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો. જ્યારે આરાધ્યાએ તેને જોયો ત્યારે તે છેતરાઈ ગઈ હતી અને દોડીને તેને તેના પિતા તરીકે ગળે લગાવી રહી હતી. આ કિસ્સો ઐશ્વર્યા રાયે પોતે થોડા વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં સંભળાવ્યો હતો. જણાવી દઈએ કે અભિષેક અને રણબીર કદ – કાઠી એક જેવી જ છે. ઐશ્વર્યા રાયે 2016ની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ માં રણબીર કપૂર સાથે અભિનય કર્યો હતો. આ દરમિયાન ઐશ્વર્યા અને રણબીર કપૂરે એક ફેશન મેગેઝીન માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. આ ફોટોશૂટ દરમિયાન આરાધ્યા પણ એશ સાથે હાજર હતી. આ ઇવેન્ટ દરમિયાન, જ્યારે આરાધ્યાએ અચાનક રણબીર કપૂરને જોયો, ત્યારે તેણીએ ગેરસમજ કરી અને તેને રણબીર ને તેનો પિતા સમજી લીધો. તમને જણાવી દઈએ કે તે સમયે આરાધ્યા માત્ર 5 વર્ષની હતી.
ઐશ્વર્યા રાયના કહેવા પ્રમાણે, તે દિવસે શૂટિંગ કર્યા બાદ આરાધ્યા અચાનક દોડતી આવી અને રણબીરને ગળે લગાવીને તેના ખોળામાં બેસી ગઈ. તે સમયે રણબીર કપૂરે અભિષેકની જેમ જેકેટ અને કેપ પહેરી હતી. જોકે, રણબીરનો ચહેરો જોઈને આરાધ્યા ચોંકી ગઈ હતી. ઐશ્વર્યાએ ઈન્ટરવ્યુ દરમિયાન એમ પણ કહ્યું હતું કે રણબીર અને આરાધ્યાની મિત્રતા ઘણી સારી છે. આરાધ્યા રણબીરને આરકે કહીને બોલાવે છે. બંને એકસાથે હસે છે અને ખૂબ મજાક કરે છે. આરાધ્યા ભલે સ્ટાર કિડ હોય પરંતુ અભિષેક-ઐશ્વર્યા તેમની દીકરીનો ઉછેર સામાન્ય બાળકોની જેમ કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચને જાહેરમાં લગાવી દીધી હતી ઐશ્વર્યાની ક્લાસ; જાણો શું હતું કારણ
ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા ઘણીવાર તેમના બોન્ડિંગને કારણે ચર્ચામાં રહે છે. 2018 માં ફેશન વીકએન્ડ ઇન્ટરનેશનલ દરમિયાન ઐશ્વર્યાની પુત્રી આરાધ્યા સાથે શાનદાર કેમેસ્ટ્રી હતી. આરાધ્યા પહેલીવાર માતાની જેમ ગાઉન પહેરીને રેમ્પ વોક કરતી જોવા મળી હતી. આ દરમિયાન મા-દીકરી એકબીજાને હોઠ પર કિસ કરતા પણ જોવા મળ્યા હતા. એટલું જ નહીં રેમ્પ વોક દરમિયાન ઐશ્વર્યાએ આરાધ્યાને ફ્લાઈંગ કિસ પણ કરી હતી. આવી સ્થિતિમાં આરાધ્યા તેની માતા સામે જોઈને હસતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે આરાધ્યા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે.