ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જુલાઈ, 2021
મંગળવાર
બૉલિવૂડ ઍક્ટ્રેસ કરિના કપૂર ખાન તેના રોલ સાથે એક્સપરિમેન્ટ કરતી રહે છે. કરિનાએ એક વખત કહ્યું હતું કે તેની સાસુ ઍક્ટ્રેસ શર્મિલા ટાગોર તેને ગ્લૅમરસ ભૂમિકાઓમાં જોવાનું પસંદ કરે છે. શર્મિલા ટાગોરને ‘દબંગ’ ફિલ્મના ગીત ‘ફેવિકૉલ’માં કરીના ખૂબ પસંદ આવી હતી. કરીના એ સૉન્ગમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
2015માં PTI સાથેના ઇન્ટરવ્યૂમાં કરીનાએ કહ્યું હતું કે “શર્મિલા ટાગોર મને ગ્લૅમરસ રોલમાં પસંદ કરે છે. તેમને હું ‘ફેવિકૉલ’ ગીતમાં પસંદ આવી હતી. તેમને સૉન્ગ અને ડાન્સ પસંદ આવ્યાં હતાં એથી તેઓ હંમેશાં મને કહે છે તારે હંમેશાં ગ્લૅમરસ દેખાવું જોઈએ. મને લાગે છે કે આ એક વખાણ જ છે.”
વધુમાં, સાસુ વહુ એકબીજાને ખૂબ પસંદ કરે છે. કરીના પોતાની સાસુ શર્મિલા ટાગોરને ઇન્સ્પિરેશન માને છે. કરીના કહે છે કે તેઓ મારી પ્રેરણા છે કેમ કે તેમણે લગ્ન બાદ તથા છોકરાઓ હોવા છતાં પોતાનું કામ ચાલુ રાખ્યું તેમણે સૌથી મોટા સુપરસ્ટાર અને ફિલ્મનિર્માતાઓ સાથે કામ કર્યું છે. તેમણે હંમેશાં કરિયર અને પરિવારને એક સરખો ન્યાય આપ્યો છે. એથી તેઓ હંમેશાં મારી પ્રેરણા રહેશે.
કરીના કપૂરે આ વર્ષની શરૂઆતમાં તેના બીજા દીકરા ‘જેહ’ને જન્મ આપ્યો. કરીના આમિર ખાન સાથેની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’માં નજર આવશે.