ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા સમયથી લોકોનું મનોરંજન કરી રહી છે. છેલ્લા 13 વર્ષથી આ શો ચાહકોની નજીક રહ્યો છે. મુનમુન દત્તા શરૂઆતથી જ આ શોનો હિસ્સો છે, પરંતુ તે આ શો સિવાય કેટલીક ફિલ્મો કે શોમાં જોવા મળી હતી. બબીતા જી ઉર્ફે મુનમુન દત્તા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સૌથી જૂની અભિનેત્રીઓમાંની એક છે. શોની બબીતા જી ને ફક્ત જેઠાલાલ જ નહિ, પરંતુ ઘણા ચાહકો પણ તેમને ખૂબ પસંદ કરે છે. પરંતુ આ અભિનેત્રી માત્ર તારક મહેતા સાથે જ કેમ રહી ગઈ, શું તમે જાણો છો?
મુનમુન દત્તાએ વર્ષ 2004માં 'હમ સબ બારાતી'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ 2005 અને 2006માં બે ફિલ્મો પણ કરી હતી, પરંતુ તે પડદા પર વધારે કમાલ દેખાડી શકી નહોતી. પરંતુ તેને ટીવી શોથી ઘણી ઓળખ મળી અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો હિસ્સો બન્યા બાદ તેનું નસીબ બદલાઈ ગયું. એક મીડિયા હાઉસ ના અહેવાલો અનુસાર, મુનમુન દત્તાએ વર્ષ 2008માં અભિનેતા અરમાન કોહલીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમના સંબંધો ખૂબ જ પીડાદાયક હતા કારણ કે અરમાને તેમને મારવાનું શરૂ કર્યું હતું. અભિનેત્રી એટલી નારાજ થઈ ગઈ હતી કે તેણે અભિનેતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવી પડી હતી. આ સંબંધને કારણે અભિનેત્રીની કારકિર્દીને પણ ઘણી અસર થઈ હતી.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની શરૂઆતમાં, ઘણા વિવેચકોએ અભિનેત્રીની એક્ટિંગ પર સવાલ ઉઠાવ્યા હતા કે તે એક્ટિંગ નથી જાણતી. પરંતુ સમયની સાથે મુનમુન દત્તાએ પોતાની જાતને સાબિત કરી દીધી છે. પરંતુ હજુ પણ મોટા પ્રોજેક્ટ માટે તેનું નામ સજેસ્ટ થતું નથી. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પરંતુ તેને દરરોજ ટ્રોલિંગનો શિકાર બનવું પડે છે. તેના દરેક ફોટા પર લોકો નફરતની કોમેન્ટ કરે છે. મુનમુન દત્તાને તારક મહેતાની સૌથી વિવાદાસ્પદ સ્પર્ધક કહીએ તો ખોટું નહીં હોય. બબીતાજી તરીકે મુનમુન દત્તાની ઈમેજ એટલી ફેમસ છે કે હવે તેમાંથી બહાર આવવું મુશ્કેલ થઈ શકે છે. આજે પણ જ્યારે લોકો મુનમુન દત્તાને જુએ છે ત્યારે તેમના મોંમાંથી અજાણતા જ ‘બબીતા જી' નીકળી જાય છે.