ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,4 જાન્યુઆરી 2022
મંગળવાર.
કોરોના સંક્રમણમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે, બીજી તરફ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની પણ દહેશત જાેવા મળી રહી છે. વધતા સંક્રમણને પગલે અનેક રાજયોમાં મિની લોકડાઉન લાદવામાં આવ્યુ છે. જેની અસર ફિલ્મો પર પણ પડી રહી છે. શાહિદ કપૂરની ફિલ્મ જર્સી બાદ એસએસ રાજામૌલીની ‘ઇઇઇ’ મુલતવી રાખવામાં આવી હતી અને હવે પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’ પર પણ મોકૂફ રહેવાની ચર્ચા ચાલી રહી છે.
વધતા કોરોના સંક્રમણ અંગે ‘રાધે શ્યામ’ના મેકર્સે મીડિયાને જણાવ્યુ કે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવાની કોઈ યોજના નથી, પરંતુ શક્યતાઓને નકારી ન શકાય. એટલે જો કોરોના આ જ ગતિથી આગળ વધશે તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફિલ્મની રિલીઝ ડેટને પોસ્ટપોન કરવામાં આવશે.
અદભૂત ચમત્કાર! 45 દિવસથી કોમામાં રહેલી નર્સ આવી ગઇ એકાએક હોશમાં, હતી કોરોના સંક્રમિત; જાણો કેવી રીતે
પ્રભાસની રાધે શ્યામ ૧૪ જાન્યુઆરીના મકરસંક્રાંતિના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ પ્રભાસની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક હોવાનું કહેવાય છે. પ્રભાસ ઉપરાંત પૂજા હેગડે, સચિન ખેડેકર, પ્રિયદર્શી પુલીકોંડા, ભાગ્યશ્રી, કુણાલ રોય કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. કે કે.કે. રાધાકૃષ્ણ કુમાર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.