News Continuous Bureau | Mumbai
CODA અને Dune સાથે 94th Academy Award 2022 માં, વિલ સ્મિથ પણ પોતાના ગુસ્સાને લઈ ચર્ચાનો વિષય બની ગયો છે. ઓસ્કર (Oscars) 2022 મા શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતનાર વિલ સ્મિથએ એવોર્ડ સમારોહ હોસ્ટ કરી રહેલા ક્રિસ રોકને સ્ટેજ પર મુક્કો માર્યો હતો. જોકે હવે આ બાબતે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર માફીનામું જાહેર કર્યું છે.
ઓસ્કર (Oscars) 2022 સમારોહમાં હોસ્ટ ક્રિસ રોકને મુક્કો મારનાર વિલ સ્મિથે સાર્વજનિક રૂપથી માફી માંગી છે. અને માન્યું છે કે તેઓ ખોટા હતા, એટલું જ નહીં, એક્ટર પોતાની આ હરકતને લઈને શરમ પણ અનુભવે છે. વિલ સ્મિથે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક માફીનામું જાહેર કર્યું છે, જેમાં લખ્યું છે કે, ‘હિંસા કોઈપણ રૂપમાં ઝેરીલી હોય છે. કાલે રાત્રે એકેડમી એવોર્ડ્સમાં મારો વ્યવહાર અસ્વીકાર્ય હતો. મારા ખર્ચાઓની મજાક કરવી એ કામનો એક સામાન્ય ભાગ છે, પરંતુ જેડીની મેડિકલ કંડીશનની મજાક, મારા માટે અસહ્ય હતી અને મેં ભાવુક થઈને રીએક્ટ કર્યું હતું.’
આ સમાચાર પણ વાંચો : આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ મહિને બંધાશે લગ્ન ના બંધન માં, લેટેસ્ટ તારીખ આવી સામે! જાણો વિગત
તેમણે આગળ લખ્યું કે, ‘હું એકેડેમી, શોના નિર્માતાઓ, બધા પ્રતિભાગીઓ અને વિશ્વભરમાં જોનારા દરેકની પણ માફી માંગવા માંગુ છું, હું વિલિયમ્સ પરિવાર અને મારા 'કિંગ રિચાર્ડ' પરિવારની પણ માફી માંગવા માંગુ છું. મારા વર્તનથી આપણા બધાની ભવ્ય યાત્રા પર દાગ લાગ્યો છે તે બદલ મને ખૂબ જ દુઃખ છે.
હાલ ક્રિસ રોક અને વિલ સ્મિથનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ક્રિસ રોક આ શોને હોસ્ટ કરી રહ્યો હતો ત્યારે વિલ સ્મિથ તેની સીટ પરથી ઊભો થયો અને સ્ટેજ જઈ ક્રિસ રોકને મુક્કો મારી નીચે આવ્યો. અહીં આવતાની સાથે જ તેણે જોરથી બૂમો પાડીને ક્રીકને તેની પત્નીનું નામ ન લેવાની ચેતવણી પણ આપી. જો કે, પાછળથી શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર લેતી વખતે, તેણે પોતાની ક્રિયા માટે રડતા એકેડમીની માફી માંગી. આ ઘટના બની ત્યારે ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઇ ગયા હતા. નોંધપાત્ર વાત એ છે કે ઓસ્કારના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે.
Uncensored Will Smith smacks Chris Rock on stage at the Oscars (FULL VIDEO in HD) #WillSmith #Oscars #AcademyAwards pic.twitter.com/Vsf5SNvKiH
— Ryley (@ryleywilko01) March 28, 2022
આ સમાચાર પણ વાંચો :બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ જીતનાર ફિલ્મ CODA ની વાર્તા છે સલમાન ખાનની આ ફિલ્મ જેવી; જાણો વિગત