Site icon News Continuous Bureau | Mumbai

શું વિકી કૌશલ અને કેટરિના કૈફ જલ્દી લગ્ન કરવાના છે? જાણો આ પાછળ ની સચ્ચાઈ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

બુધવાર

 

વિકી કૌશલ અને કેટરિના કૈફ બૉલિવુડ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક છે અને દરરોજ તેમનાં લગ્નની ચર્ચાઓ થતી રહે છે. જોકે બંનેએ તેમના સંબંધો વિશે જાહેરમાં કંઈ કહ્યું નથી. તાજેતરમાં એક મીડિયા હાઉસે સૌથી પહેલાં જાણ કરી હતી કે વિકી કૌશલ અને કેટરિના કૈફ 18 ઑગસ્ટના રોજ સગાઈ કરી ચૂક્યાં છે. હવે સૂત્રે ખુલાસો કર્યો છે કે બંને તેમના સંબંધોને આગલા સ્તર પર લઈ જવા માટે તૈયાર છે અને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે. પ્રાપ્ત માહિતી અનુસાર વિકી કૌશલ અને કેટરિના કૈફે તેમનાં લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રે કહ્યું, “બંનેનાં લગ્નના ડ્રેસ સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે. તે બંને અત્યારે કપડાં પસંદ કરી રહ્યાં છે. કેટરીના કૈફે તેના આઉટફિટ માટે રો સિલ્ક પસંદ કર્યું  છે, જે લહેંગા હશે. લગ્ન નવેમ્બર-ડિસેમ્બરમાં થશે. વિકી કૌશલ અને કેટરીના કૈફે હજુ સુધી તેમનાં લગ્ન વિશે કોઈ નિવેદન આપ્યું નથી. જોકે બંને ઘણી વાર સાથે જોવા મળે છે અને વિકી કૌશલને કેટરિના કૈફના ઘરે ઘણી વખત જોવામાં આવ્યો છે. હાલમાં જ બંને ફિલ્મ 'સરદાર ઉધમ'ના સ્ક્રીનિંગમાં જોવા મળ્યાં હતાં. દરમિયાન વિકી કૌશલ અને કેટરીના કૈફને ગળે લગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો.

જોકે જ્યારે એક મીડિયા દ્વારા આ સમાચારની તપાસ કરવામાં આવી તો એમાં કોઈ સત્યતા મળી ન હતી. મીડિયાનાં આંતરિક સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લગ્નની આ નવી અફવામાં કોઈ સત્ય નથી. 'આ સમાચાર તદ્દન બકવાસ છે. બંને કલાકારો પાસે હાલમાં આવી કોઈ યોજના નથી.

આ ભારતીય ક્રિકેટરોની લવ સ્ટોરી ક્યારેય પૂરી ન થઈ શકી, બૉલિવુડની સુંદરીઓ પર આવી ગયું હતું દિલ; જાણો તે ક્રિકેટર્સની લવ સ્ટોરી વિશે

વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ 'સૂર્યવંશી', 'ફોન ભૂત' અને 'જી લે ઝરા' જેવી ફિલ્મોમાં જોવા મળશે. વિકી કૌશલની ફિલ્મ 'સરદાર ઉધમ' તાજેતરમાં રિલીઝ થઈ હતી. હવે એ ફિલ્મ 'ધ ઇમોર્ટલ અશ્વત્થામા'માં કામ કરતો જોવા મળશે.

 

  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
 Aamir Khan Lalkara Preparation – મિસ્ટર પરફેક્શનિસ્ટ ફરી એક્શનમાં! ‘લલકારા’ માટે આમિર ખાને શરૂ કરી આકરી ટ્રેનિંગ અને સ્પેશિયલ ડાયટ
 Yeh Prem Mol Liya Censor Certificate – આયુષ્માન-શરવરીની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ કેમ છે ખાસ? સેન્સર બોર્ડે કોઈ પણ કટ વિના પાસ કરી, મળ્યું UA 13+ સર્ટિફિકેટ
Exit mobile version