News Continuous Bureau | Mumbai
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) શોની લોકપ્રિયતા ઘણી વધારે છે. પરંતુ જેમ જેમ આ શોની ફેન ફોલોઈંગ(Fan following of the show) વધી રહી છે. તેમ તેમ, શોના કેટલાક પાત્રોમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. આ વખતે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. જેમ કે તમે જાણો છો, તારક મહેતાનું પાત્ર(Tarak Mehta's character) ભજવતા શૈલેષ લોઢાએ(Shailesh Lodha) શો છોડી દીધો છે. આવી સ્થિતિમાં હાલમાં જ સમાચાર આવ્યા હતા કે હવે તારક મહેતા ના રોલમાં શૈલેષને બદલે સચિન શ્રોફ(Sachin Shroff) જોવા મળશે. ત્યારથી, લોકો તેને શોમાં જોવા માટે ઉત્સાહિત થઈ ગયા. દરમિયાન, શોનો લેટેસ્ટ પ્રોમો શેર કરવામાં આવ્યો છે. જેમાં તેની પ્રથમ ઝલક સામે આવી છે.
તમને જણાવી દઈએ કે આ પ્રોમો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ઈન્સ્ટાગ્રામ(Instagram) પેજ પરથી ફેન્સ સાથે શેર કરવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે શોના ઈન્ટ્રો પછી એક વ્યક્તિ ભગવાન ગણેશની પૂજા કરતો જોવા મળે છે. આ દરમિયાન નવા તારક મહેતા એટલે કે સચિન શ્રોફની ઝલક બતાવવામાં આવી રહી છે. પરંતુ પ્રોમો ત્યાં જ સમાપ્ત થાય છે. આ શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'આખરે ગણપતિ બાપ્પાની આરતી(Ganapati Bappa Aarti) કોણ કરી રહ્યું છે?' જ્યારથી આ વીડિયો સામે આવ્યો છે ત્યારથી સોશિયલ મીડિયા યૂઝર્સ(Social media users)તરફથી સતત કોમેન્ટ્સ આવવા લાગી છે કે તે બીજું કોઈ નહીં પરંતુ સચિન શ્રોફ છે.
આ સમાચાર પણ વાંચો : એશા ગુપ્તાની બોલ્ડનેસે વધાર્યો ઈન્ટરનેટ નો પારો-તસવીરો જોઈને ચાહકો ના ઉડી ગયા હોશ-જુઓ ફોટોગ્રાફ્સ
અભિનેતા શૈલેષ લોઢાએ તારક મહેતા શો છોડવા પર કહ્યું હતું કે આ શોની પ્રતિબદ્ધતાઓને કારણે તે અન્ય કોઈ પ્રોજેક્ટ પર કામ કરી શકતો નથી. તેને ઘણા પ્રોજેક્ટ ઓફર કરવામાં આવી રહ્યા છે. પરંતુ તે તકો તેના હાથમાંથી સરકી રહી છે. આ કારણોસર તેણે શો છોડવાનો નિર્ણય લીધો હતો. જે બાદ અભિનેતાના આ નિર્ણયથી તેના ચાહકો નિરાશ થયા હતા. પરંતુ તેઓ શૈલેષના આગામી પ્રોજેક્ટ્સ માટે ઉત્સાહિત છે.છેલ્લા કેટલાક દિવસોથી મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મેકર્સે તારક મહેતાના રોલ માટે એક્ટર સચિન શ્રોફને ફાઈનલ કરી લીધો છે. પ્રોમો સામે આવ્યા બાદ આ વાતની પુષ્ટિ થઈ છે. હવે જોવાનું એ રહેશે કે તારક મહેતાના શોમાં નવી દયાબેનની એન્ટ્રી ક્યારે થાય છે.