મનોરંજન

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સીરીયલ નો એક એક્ટર ચઢ્યો ચેન સ્નેચિંગ ના રવાડે.પોલીસ ના હાથે આબાદ ઝડપાયો.

Apr, 5 2021


ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

મુંબઈ,5 એપ્રિલ 2021

સોમવાર

            સુરતમાં સટ્ટામાં રૂપિયા હારી જતાં ટીવી-સિરિયલ એક્ટર ચેઇન-સ્નેચિંગના રવાડે ચડતાં ઝડપાયો હતો. સિરિયલ એક્ટર ઝડપાતાં પોલીસ પણ ચોંકી ગઈ છે. સુરત શહેર ના રાંદેર પોલીસના હાથે ઝડપાયેલા ટીવી એક્ટર મીરાજ કાપડી અને એનો મિત્ર બિલ્ડર વૈભવ જાદવ ક્રિકેટના સટ્ટામાં દેવાદાર બની જતાં ચેઈન-સ્નેચિંગમાં પડ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી મીરાજ નામાંકિત હિન્દી સિરિયલમાં રોલ કરી ચૂક્યો છે, જયારે તેનો મિત્ર વૈભવ રાજકોટમાં બિલ્ડિંગ કન્ટ્રક્શનના કામ સાથે જોડાયેલો છે.

     સુરત પોલીસ ના જણાવ્યા અનુસાર, બન્ને મિત્રો વૃદ્ધ મહિલાઓને પોતાનો શિકાર બનાવતા હતા. બાઈક પર તેમનો પીછો કરી,તેમન ગળા માંથી ચેઈન તફડાવતાં હતા. આરોપી પાસે ચેઇન, મોબાઈલ, બાઈક સહિત રોકડ રકમ મળી કુલ  2.54 લાખનો મુદ્દા માલ પણ કબજે કરી લેવામાં આવ્યો છે. સુરત પોલીસે બન્ને આરોપીની પૂછપરછ બાદ ગુજરાતભરના 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ટીવી એક્ટર મીરાજે  બીકોમ સુધી અભ્યાસ પણ કર્યો છે.

રામસેતુના સેટ પર કોરોના વિસ્ફોટ : અક્ષય કુમાર બાદ ૪૫ લોકોને થયો કોરોના

            આરોપી મીરાજ થપકી અને તારક મહેતા કા ઉલટા ચશ્મા જેવી બીજી 10-15  સિરિયલમાં મહેમાન કલાકાર તરીકે કામ કરી ચૂક્યો છે. આ સાથે મીરાજે અનેક સાઇડ કલાકારોને સિરિયલ ઇન્ડસ્ટ્રીમાં લાવી તેમના કેરિયર પણ બનાવ્યાં છે.

Leave Comments