ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જાન્યુઆરી 2022
સોમવાર
કોરોના વાયરસે ફરી એકવાર દેશભરમાં પ્રસરવાનું શરૂ કર્યું છે. આ મહામારીની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. દરરોજ, ખાસ કરીને ફિલ્મ ઉદ્યોગમાં, સેલિબ્રિટીઝના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. આ વાતની જાણકારી ખુદ અભિનેત્રીએ પોતાના ફેન્સને આપી છે.
મૃણાલે શનિવારે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોરોના પોઝિટિવ હોવાની વાત કરી છે. તેણે લખ્યું, 'આજે મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.મારામાં કોરોનાના હળવા લક્ષણો છે. પરંતુ હું સારું અનુભવું છું અને મેં મારી જાતને આઇસોલેટ કરી દીધી છે . હું મારા ડોકટરો અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરું છું.મૃણાલે તેના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. તેણે લખ્યું, 'જો તમે મારા સંપર્કમાં આવ્યા છો, તો કૃપા કરીને તરત જ તમારી તપાસ કરાવો. દરેક વ્યક્તિ સુરક્ષિત રહે.
તમને જણાવી દઈએ કે મૃણાલ પહેલા, નોરા ફતેહી, શિલ્પા શિરોડકર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, અનિલ કપૂરની દીકરી રિયા કપૂર અને તેના પતિ કરણ, કરીના કપૂર ખાન, અમૃતા અરોરા, શનાયા કપૂર, સંજય કપૂરની પત્ની મહીપ કપૂર ,સોહેલ ખાનની પત્ની સીમા ખાન પણ આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે.
મોહસિન ખાન સાથે બ્રેકઅપના સમાચાર પર શિવાંગી જોશીએ તોડ્યું મૌન,કહી આ વાત; જાણો વિગત
મૃણાલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ શાહિદ કપૂર સાથે ફિલ્મ 'જર્સી'માં જોવા મળશે. આ સિવાય તે 'આંખ મિચોલી', 'પીપા' અને સાઉથની ફિલ્મ 'થડામ'ની હિન્દી રિમેકમાં પણ જોવા મળવાની છે.