ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જૂન ૨૦૨૧
મંગળવાર
'ઉતરન' સિરિયલ થી જાણીતી થનારી અભિનેત્રી ટીના દત્તા ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચા રહે છે. ટીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે અવારનવાર તેના ગ્લેમરસ ફોટા ચાહકો સાથે શેર કરતી રહે છે.
તાજેતરમાં અભિનેત્રીએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં ટીના ગોલ્ડન રંગના સુંદર ગાઉનમાં જોવા મળી રહી છે. ગોલ્ડન ગાઉન સાથે તેણે બ્લેક કલરની હીલ્સ પહેરીને તેના લુકને ચાર ચાંદ લગાડી દીધા છે. અભિનેત્રી પોતાની બોલ્ડ શૈલીથી લોકોનું દિલ જીતી રહી છે.
વર્ષ 2010માં કલર્સ ટીવીની સીરિયલ ઉતરન ના પાત્ર ‘ઈચ્છા વીર સિંહ બુંદેલા’ માટે તેને પ્રોડ્યૂસર ગિલ્ડ તરફથી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. ટીવી શો ઉપરાંત ટીના પણ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મ ‘પરિણીતા’ માં ટીનાએ વિદ્યા બાલનનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય ટીનાએ ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘ચોઘર બાલી’ માં ભજવ્યો હતો.