News Continuous Bureau | Mumbai
ડિરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ની રિલીઝને લઈને વિવાદ છે. ફિલ્મના ડાયલોગ્સને દર્શકોએ સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. આ ડાયલોગ્સની ભારે ટીકા થઈ હતી અને લોકોએ ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યા હતા. ટ્રોલ થયા બાદ હવે મનોજ મુન્તાશીરે હાથ જોડીને માફી માંગી છે.
મનોજ મુન્તાશીરે ટ્વીટ કરી ને માફી માંગી
મનોજ મુન્તાશીરે ટ્વિટ કરીને શ્રી રામના ચાહકો, સંતો અને ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું- હું સ્વીકારું છું કે આદિપુરુષ ફિલ્મથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મારા તમામ ભાઈઓ અને બહેનો, વડીલો, આદરણીય ઋષિઓ અને શ્રી રામના ભક્તોની હું હાથ જોડીને બિનશરતી માફી માંગુ છું. ભગવાન બજરંગ બલી આપણા બધાને આશીર્વાદ આપે, આપણને એક અને અતૂટ રહેવાની અને આપણા પવિત્ર શાશ્વત અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે!
मैं स्वीकार करता हूँ कि फ़िल्म आदिपुरुष से जन भावनायें आहत हुईं हैं.
अपने सभी भाइयों-बहनों, बड़ों, पूज्य साधु-संतों और श्री राम के भक्तों से, मैं हाथ जोड़ कर, बिना शर्त क्षमा माँगता हूँ.
भगवान बजरंग बली हम सब पर कृपा करें, हमें एक और अटूट रहकर अपने पवित्र सनातन और महान देश की…— Manoj Muntashir Shukla (@manojmuntashir) July 8, 2023
બદલવામાં આવ્યા હતા આદિપુરુષ ના ડાયલોગ
‘આદિપુરુષ’માં દર્શાવવામાં આવેલા હનુમાન, રાવણ, ઈન્દ્રજીત જેવા પાત્રોના સંવાદોથી ગુસ્સે થઈને દર્શકોએ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠાવી હતી. હાઈકોર્ટે સેન્સર બોર્ડ અને ફિલ્મના નિર્માતા-નિર્દેશકને પણ ફટકાર લગાવી છે, ત્યારબાદ નિર્માતાઓએ સંવાદો બદલવાનો નિર્ણય લીધો છે. હવે ફિલ્મના ડાયલોગ બદલવામાં આવ્યા છે. થિયેટરોમાં માત્ર ‘આદિપુરુષ’નું એડિટેડ વર્ઝન બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેમ છતાં ફિલ્મ દર્શકોને પ્રભાવિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Samruddhi Marg Bus accident: નશામાં ધૂત ડ્રાઈવરને કારણે સમૃદ્ધિ માર્ગ પર બસ અકસ્માત, લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ મર્યાદા કરતાં વધુ