બહુ ચર્ચિત મની લોન્ડરિંગ કેસ માં નોરા અને જેકલીન પછી આ બે બોલિવૂડ અભિનેત્રીઓ ના નામ આવ્યા સામે, સુકેશે એક્ટ્રેસ સાથે કનેક્શન હોવાની કરી કબૂલાત; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ડિસેમ્બર 2021

શનિવાર

છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ , જે કેસની તપાસ કરી રહી છે, તેણે અત્યાર સુધીમાં જાણીતી બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝને તેની પકડમાં લીધી છે.જો કે હવે આ મામલે સુકેશનું બોલિવૂડની અન્ય અભિનેત્રીઓ સાથેનું કનેક્શન પણ સામે આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDની પૂછપરછ દરમિયાન આ કેસમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું છે. વાસ્તવમાં, સુકેશે પૂછપરછ દરમિયાન આ બંને અભિનેત્રીઓ સાથેના તેના કનેક્શનની વાત કબૂલી છે.સુકેશે EDને જણાવ્યું કે તે શ્રદ્ધા કપૂરને 2015થી ઓળખે છે. આટલું જ નહીં, તેણે NCV કેસમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરને પણ મદદ કરી હતી.નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ડ્રગ એંગલ કેસમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું હતું જે તપાસ દરમિયાન  સામે આવ્યું હતું. આ કેસમાં અભિનેત્રીનું નામ સામે આવ્યા બાદ એનસીબીએ તેને પણ આ સંબંધમાં પૂછપરછ માટે બોલાવી હતી.

સુકેશે પૂછપરછ દરમિયાન એવો પણ દાવો કર્યો હતો કે તે અભિનેતા હરમન બાવેજાને પણ ઓળખતો હતો. સુકેશે જણાવ્યું કે હરમન તેનો જૂનો મિત્ર છે. તે હરમનની આગામી ફિલ્મ કેપ્ટનનું પ્રો-પ્રોડ્યુસ પણ કરવાનો  હતો. આ ફિલ્મમાં એક્ટર કાર્તિક આર્યન લીડ રોલમાં જોવા મળશે.

કોરોનાને કારણે રિસેપ્શનની તારીખ વિશે વિચાર કરી રહ્યા છે વિકી-કેટરીના , આ મહિના માં આપી શકે છે ગ્રાન્ડ પાર્ટી; જાણો વિગત

આ સિવાય સુકેશે જણાવ્યું કે તેણે રાજ કુન્દ્રાના કાનૂની કેસ માટે શિલ્પા શેટ્ટીનો સંપર્ક કર્યો હતો. નોંધનીય છે કે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને આ વર્ષે પોર્નોગ્રાફિક ફિલ્મના કેસમાં જેલની સજા કરવામાં આવી હતી.આ કેસમાં પૂછપરછ દરમિયાન સુકેશે જણાવ્યું કે શિલ્પા તેની મિત્ર છે. રાજ કુન્દ્રાની જેલમાંથી મુક્તિની સ્થિતિ અંગે તેણે શિલ્પાનો સંપર્ક કર્યો હતો.આવી સ્થિતિમાં સુકેશના ખુલાસા બાદ હવે અભિનેત્રી શ્રદ્ધા કપૂર, અભિનેતા હરમન બાવેજા અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ EDના રડાર પર આવી ગયા છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment