News Continuous Bureau | Mumbai
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકો નું મનોરંજન કરી રહ્યો છે. શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. છેલ્લા કેટલાક સમયથી શો ના ઘણા પાત્રો એ શો ને અલવિદા કહ્યું છે તેમજ આ દરમિયાન શો માં કેટલાક નવા પાત્રો ની પણ એન્ટ્રી થઇ છે. તારક મહેતા માં શૈલેષ લોઢા ની જગ્યા એ નવા મહેતા સાહેબ એટલે કે સચિન શ્રોફ ની એન્ટ્રી થઇ હતી. ત્યારબાદ શો માં બાવરી ની પણ એન્ટ્રી થઇ હતી. હાલમાં જ તારક મહેતા માં નવા ટપ્પુ તરીકે નીતીશ ભલુની ની એન્ટ્રી થઇ છે.
દર્શકો જોઈ રહ્યા છે દયા ભાભી ની રાહ
છેલ્લા કેટલાક સમયમાં તારક મહેતા શો માં ‘મહેતા સાહેબ’, ‘બાવરી’ તેમજ ‘ટપ્પુ’ ની એન્ટ્રી થઇ છે. આમ શો માં બેક ટૂ બેક પાત્રો ની એન્ટ્રી જોતા ચાહકો માં આશા જાગી રહી છે કે હવે શો માં દયાભાભી ની પણ એન્ટ્રી થશે. તાજેતરમાં શોના નિર્માતા અસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે દર્શકોને ટૂંક સમયમાં દયા ભાભી પણ જોવા મળશે.હવે શોમાં ટપ્પુ ની એન્ટ્રી તો થઈ હવે દયા ભાભી કોણ બને છે અને તેમની એન્ટ્રી ક્યારે થાય છે એ જોવું રહ્યું.
Join Our WhatsApp Community