ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 મે 2021
ગુરુવાર
ઍક્ટ્રેસ આહના કુમરા પોતાના બોલ્ડ અંદાજ માટે હંમેશાં ચર્ચાઓમાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ રહે છે. તે અવારનવાર બોલ્ડ તસવીરો શૅર કરતી રહે છે. હવે ફરી એક વાર તેણે પોતાની બોલ્ડ તસવીરો શૅર કરી છે અને શૅર કરતાંની સાથે જ આ તસવીરો વાયરલ થઈ ગઈ છે.
આ તસવીરોમાં અભિનેત્રીએ વ્હાઇટ કલરનું સ્વિમસૂટ પહેર્યું છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. આ તસવીરોમાં આહના પોતાની ટોન્ડ બૉડી બેહદ બોલ્ડ અંદાજમાં ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આહનાના ફેન્સ તેની આ તસવીરો પર ખૂબ લાઇક્સ અને કમેન્ટ કરી રહ્યા છે.
આહના કુમરા ભારતીય ફીચર ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટર અભિનેત્રી છે. કુમરા અમિતાભ બચ્ચન સાથેની સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝનના ‘યુદ્ધ’માં નાના પડદે પ્રવેશ માટે જાણીતી છે અને તેની મુખ્ય ભૂમિકા પણ એમાં જોવા મળી હતી.
આપને જણાવી દઈએ કે આહના કુમરા 'લિપસ્ટિક અંડર માય બુરખા' ફિલ્મથી ચર્ચામાં આવી હતી. ત્યાર બાદ તેણે 'ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' ફિલ્મમાં પ્રિયંકા ગાંધીનો રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત તે ઘણી વેબ-સિરીઝમાં પણ કામ કરી ચૂકી છે.