News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેતા અજય દેવગને મુંબઈના અંધેરી વેસ્ટમાં 45.09 કરોડ રૂપિયાના બે અલગ-અલગ વ્યવહારમાં પાંચ ઓફિસ પ્રોપર્ટી ખરીદી છે. અભિનેતાની પોતાની નિર્માણ અને વિતરણ કંપની અજય દેવગન એફફિલ્મ્સ (એડીએફ) છે, જેની સ્થાપના 2000 માં થઈ હતી. એક ડેટા એનાલિટિક્સ ફર્મ ના જણાવ્યા અનુસાર, 13,293 ચોરસ ફૂટના કુલ ક્ષેત્રફળવાળા ઓફિસ એકમો સિગ્નેચર બિલ્ડિંગ, ઓશિવારામાં વીરા દેસાઈ રોડ પર સ્થિત છે. અભિનેતાએ પ્રોપર્ટી માટે 45.09 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
અજય દેવગને ખરીદી પ્રોપર્ટી
16મા માળે સ્થિત ત્રણ યુનિટની કિંમત 30.35 કરોડ રૂપિયા છે અને તેના પર સ્ટેમ્પ ડ્યૂટી 1.82 કરોડ રૂપિયા ચૂકવવામાં આવી છે. એકમોનો બિલ્ટ-અપ એરિયા 8,405 ચોરસ ફૂટ છે. અજય દેવગણે 4,893 ચોરસ ફૂટ બિલ્ટ-અપ એરિયામાં ફેલાયેલી બિલ્ડિંગના 17મા માળે 14.74 કરોડ રૂપિયામાં બે ઓફિસ યુનિટ પણ ખરીદ્યા હતા, જેના પર 88.44 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવામાં આવી હતી. તે વીર સાવરકર પ્રોજેક્ટ્સનો એક ભાગ હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને પ્રોપર્ટી 19 એપ્રિલ, 2023ના રોજ વિશાલ (અજય) વીરેન્દ્ર દેવગનના નામે રજીસ્ટર કરવામાં આવી હતી. 2021 માં, દેવગને મુંબઈના જુહુમાં 474.4 ચોરસ મીટરમાં ફેલાયેલો બંગલો 47.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો, જેના માટે તેણે 18.75 કરોડ રૂપિયાની લોન લીધી. આ મિલકત, કપોલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો ભાગ છે, તેને સંયુક્ત રીતે વીણા વીરેન્દ્ર દેવગન અને દેવગણને ટ્રાન્સફર કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Arun Govil – Ram : રામાનંદ સાગરની ‘રામાયણ’ માટે અરુણ ગોવિલ નહોતા પહેલી પસંદ, ઓડિશનમાં થઇ ગયા હતા રિજેક્ટ, પછી આ રીતે મળ્યો રોલ
અજય દેવગન નું વર્ક ફ્રન્ટ
અજય દેવગન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો, અભિનેતા છેલ્લે એક્શન થ્રિલર ફિલ્મ ‘ભોલા’માં જોવા મળ્યો હતો, જેમાં તબુ અને દીપક ડોબરિયાલ પણ મુખ્ય ભૂમિકામાં હતા. તે ટૂંક સમયમાં ‘મેદાન’માં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દિગ્ગજ કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકા ભજવતો જોવા મળશે, જેને ભારતીય ફૂટબોલના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે.