News Continuous Bureau | Mumbai
પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થઈ ત્યારથી જ સતત હેડલાઈન્સમાં છે. આ ફિલ્મને રિલીઝ થયાને 10 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ પણ આ ફિલ્મને લઈને વિવાદ અટકતો નથી. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં તાજેતરમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી.
હાઈકોર્ટે લગાવી સેન્સર બોર્ડ ને ફટકાર
એડવોકેટ કુલદીપ તિવારીની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે સેન્સર બોર્ડ અને ફિલ્મના નિર્માતાઓને સખત ઠપકો આપ્યો હતો. આ સંદર્ભમાં અરજદારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “આદિપુરુષ અંગેની અમારી અરજી પર સુનાવણી કરતી વખતે, જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટિસ શ્રીપ્રકાશ સિંહની ખંડપીઠે સેન્સર બોર્ડ અને ફિલ્મના નિર્માતાઓને ઠપકો આપ્યો હતો.”કોર્ટે સેન્સર બોર્ડ તરફથી હાજર રહેલા એડવોકેટ ને પૂછ્યું કે, સેન્સર બોર્ડ શું કરે છે? સિનેમા એ સમાજનો દર્પણ છે. શું સેન્સર બોર્ડને તેની જવાબદારીઓ ખબર નથી?
હાઇકોર્ટે ફિલ્મના નિર્માતા અને દિર્ગદર્શક અંગે દાખવ્યું કડક વલણ
કોર્ટે એમ પણ કહ્યું કે માત્ર રામાયણ જ નહીં પરંતુ પવિત્ર કુરાન, ગુરુ ગ્રંથ સાહિબ અને ગીતા જેવા ધાર્મિક ગ્રંથો ને તો છોડી દો, બાકીના લોકો જે કરે છે તે કરી રહ્યા છે. કોર્ટમાં ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને અન્ય પ્રતિવાદી પક્ષકારોની ગેરહાજરી અંગે પણ કોર્ટે કડક વલણ દર્શાવ્યું હતું. વરિષ્ઠ વકીલે સેન્સર બોર્ડે હજુ સુધી તેનો જવાબ દાખલ ન કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ફિલ્મના વાંધાજનક તથ્યો વિશે કોર્ટને જાણ કરી હતી.તમને જણાવી દઈએ કે આદિપુરુષના ઘણા ડાયલોગ્સ પર દર્શકોએ સખત વાંધો ઉઠાવ્યો હતો. ફિલ્મના વધી રહેલા વિરોધને જોતા મેકર્સે તેના ડાયલોગ્સ બદલ્યા છે. જો કે, આનાથી પણ કોઈ ફાયદો થતો જણાતો નથી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે.
આ સમાચાર પણ વાંચો: ફિલ્મ આદિપુરુષ પર ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે એવી કોમેન્ટ કરી કે પ્રભાસ ના ફેન્સ થયા ગુસ્સે, આપી આવી પ્રતિક્રિયા