Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2: વધુ એક વખત મુશ્કેલી માં મુકાયો અલ્લુ અર્જુન, આ મામલે પુષ્પા 2 ફેમ અભિનેતા પર થયો કેસ દાખલ, જાણો સમગ્ર મામલો

Pushpa 2: અલ્લુ અર્જુન વધુ એક વખત મુશ્કેલી માં મુકાયો છે વાસ્તવ માં પુષ્પા 2 ના પ્રીમિયર માં નાસભાગ માં એક મહિલા નું મૃત્યુ થયું હતું અને તે મહિલા નો દીકરો હજુ પણ ઘાયલ છે. હવે આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે તેવામાં અલ્લુ અર્જુન મુશ્કેલી માં મુકાયો છે વાસ્તવ માં ફિલ્મ રિલીઝ ના એક  દિવસ પહેલા ફિલ્મ નું પ્રીમિયર યોજાયું હતું પરંતુ આ દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી. પોતાના ફેવરિટ સ્ટારઅલ્લુ અર્જુનની એક ઝલક મેળવવા ચાહકો બેકાબુ બન્યા હતા અને થિયેટરમાં નાસભાગ મચી ગઈ, જેમાં એક મહિલા નું મૃત્યુ થયું અને તેના નાના પુત્રને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.હવે આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: પુષ્પા 2 ના પ્રીમિયર માં અલ્લુ અર્જુન ને જોવા એકઠી થયેલી ભીડ પર પોલીસે કર્યો લાઠીચાર્જ, નાસભાગ માં ઘટી આવી દર્દનાક ઘટના

અલ્લુ અર્જુન વિરુદ્ધ નોંધાયો કેસ 

મીડિયા રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન પર થિયેટરમાં નાસભાગ માટે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ નો આરોપ છે કે અભિનેતા પોલીસને અગાઉથી જાણ કર્યા વિના સ્થળ પર પહોંચી ગયો હતો, જેના કારણે સરખી વ્યવસ્થા થઇ શકી નહોતી. થિયેટર માં અલ્લુ અર્જુન ને જોવા એકઠી થયેલી ભીડને કારણે ગૂંગળામણને કારણે એક મહિલાના મૃત્યુના સંબંધમાં અભિનેતા અલ્લુ અર્જુન અને અન્ય લોકો સામે ગુરૂવારે કેસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપનની જોગવાઈઓ ન કરવા બદલ થિયેટર મેનેજમેન્ટ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.


પોલીસ ના જણાવ્યા અનુસાર તે મહિલા નું નામ રેવતી હતું જે 35 વર્ષ ની હતી. તે મહિલા ની સાથે તેનો 13 વર્ષનો પુત્ર શ્રીતેજ પણ હતો, જેને પણ ગૂંગળામણ ની સમસ્યા થઇ હતી અને હાલ તેનો હોસ્પિટલ માં ઈલાજ ચાલી રહ્યો છે.મહિલા ના મૃત્યુ બાદ મૃતકના પરિવારની ફરિયાદના આધારે, પોલીસે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 અને 118(1) હેઠળ કેસ નોંધ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 Ayushmann Khurrana Upcoming Film – ‘યે પ્રેમ મોલ લિયા’ બાદ આયુષ્માન ખુરાનાના હાથમાં વધુ એક મહત્વનો પ્રોજેક્ટ આવ્યો, આગામી ફિલ્મમાં સંત કબીરનું પાત્ર ભજવશે 
 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
Exit mobile version