Site icon News Continuous Bureau | Mumbai

32 વર્ષ પછી મોટા પડદા પર જામશે અમિતાભ બચ્ચન અને રજનીકાંતની જોડી, આ ફિલ્મમાં સાથે મળશે જોવા

અમિતાભ બચ્ચન અને રજનીકાંતના ચાહકો માટે મોટી ભેટ. બંને ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. આ ફિલ્મ રજનીકાંતના કરિયરની 170મી ફિલ્મ છે. અમિતાભ આમાં મહત્વની ભૂમિકા ભજવશે.

amitabh bachchan and rajinikanth all set to share the screen after 32 years

32 વર્ષ પછી મોટા પડદા પર જામશે અમિતાભ બચ્ચન અને રજનીકાંતની જોડી, આ ફિલ્મમાં સાથે મળશે જોવા

News Continuous Bureau | Mumbai

સિનેમા જગતના બે મોટા દિગ્ગજ અમિતાભ બચ્ચન અને રજનીકાંત ઘણા વર્ષો પછી ફરી એકવાર મોટા પડદા પર જોવા મળવાના છે. તેના ચાહકો માટે આનાથી મોટી ભેટ શું હોઈ શકે. અમિતાભ અને રજનીકાંતે ‘હમ’, ‘અંધા કાનૂન’ અને ‘ગિરફ્તાર’ સહિતની ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંને જ્યારે પણ સાથે આવ્યા ત્યારે સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવી દીધી. હવે 32 વર્ષ બાદ અમિતાભ અને રજનીકાંત ફરીથી સ્ક્રીન શેર કરશે. ખાસ વાત એ છે કે આ રજનીકાંતના કરિયરની 170મી ફિલ્મ પણ છે.

Join Our WhatsApp Channel

 

રંજનીકાંત ની ફિલ્મ માં અમિતાભ ભજવશે મહત્વની ભૂમિકા 

રજનીકાંતે હાલમાં જ ફિલ્મ ‘જેલર’નું શૂટિંગ પૂરું કર્યું છે. હાલમાં તે ‘લાલ સલામ’માં કામ કરી રહ્યો છે. આ બંને ફિલ્મો પછી તે ડિરેક્ટર ટીજે જ્ઞાનવેલની ફિલ્મ ‘થલાઈવર 170’નું શૂટિંગ શરૂ કરશે. અત્યારે આ ફિલ્મનું નામ ‘થલાઈવર 170’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ લાયકા પ્રોડક્શન દ્વારા કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, રજનીકાંત સ્ટારર ફિલ્મમાં અમિતાભ બચ્ચન મહત્વની ભૂમિકામાં જોવા મળશે.ફિલ્મ ક્યારે ફ્લોર પર જશે તે હજુ સુધી જાણી શકાયું નથી. એવી અપેક્ષા છે કે ‘થલાઈવર 170’નું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થઈ શકે છે. અગાઉ એવા અહેવાલો હતા કે અમિતાભ બચ્ચનનો રોલ સૌપ્રથમ ‘પોનીયિન સેલ્વન’ના અભિનેતા ચિયાન વિક્રમને ઑફર કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: 27 વર્ષ પહેલા ‘મિસ વર્લ્ડ ગાલા’ના કારણે અમિતાભ બચ્ચન થયા હતા દેવાળિયા, કેબીસી, અને યશ ચોપરા એ આ રીતે બચાવી લાજ

 

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version