News Continuous Bureau | Mumbai
સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ( amitabh bachchan ) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. પરંતુ હવે બિગ બીએ એક મોટી ભૂલ ( horrible mistake ) કરી છે, જેના માટે તેણે ફેન્સની માફી ( apologized ) પણ માંગી છે. બિગ બીએ માફી માંગ્યા બાદ કેટલાક લોકો તેમને મજાકિયા અંદાજમાં જવાબ આપી રહ્યા છે, તો પછી તેઓ એ તેમને ટ્રોલ ( twitter ) કરવાનું શરૂ કરી દીધું છે.
અમિતાભ બચ્ચને શેર કરી પોસ્ટ
વાસ્તવમાં, અમિતાભ બચ્ચને તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે કેટલીક ભૂલ કરી હતી. જ્યારે બિગ બીને તેમની ભૂલનો અહેસાસ થયો, ત્યારે તેમણે એક ટ્વિટમાં માફી માંગી, પરંતુ તેઓ ટ્રોલર્સ ના નિશાના પર આવી ગયા. બિગ બીએ માફી માંગી અને લખ્યું, ‘T4515 મોટી ભૂલ, T 4514 પછી મારી અગાઉની તમામ ટ્વીટ ખોટી પડી છે. T 5424,5425,5426,4527, 5428, 5429, 5430.. બધા ખોટા છે.. તેઓ T4515,4516,4517,4518,4519 4520,452 હોવા જોઈએ. ક્ષમા.’
T 4515 – A HORRIBLE ERROR !
all my T numbers have gone wrong right from the last right one T 4514 ..( this is correct ) .. everything after is wrong ..
T 5424,5425,5426,4527, 5428, 5429, 5430 .. all wrong ..
they should be
T4515,4516,4517,4518,4519 4520,4521APOLGIES !! 🙏
— Amitabh Bachchan (@SrBachchan) January 7, 2023
અમિતાભ ના ટ્વીટ પર ફેન્સે કરી આવી કમેન્ટ્સ
અભિનેતાના આ ટ્વિટ પર ફેન્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘સ્પષ્ટતા માટે આભાર સર. હું ખરેખર ચિંતિત હતો કારણ કે ઓર્ડર ખોટો થયો હતો અને તેના કારણે મારી બેલેન્સ શીટ મેચ થતી ન હતી’, બીજાએ કહ્યું, ‘સર આ તરફ ધ્યાન દોરવા બદલ આભાર. મને ઊંઘ ન આવી. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું, ‘આવતીકાલે બજાર તૂટી જશે!’ દરમિયાન, અમિતાભની પોસ્ટમાં ‘માફી’ના સ્પેલિંગ ખોટા હોવા પર, એક યુઝરે મજાકમાં કહ્યું, “સર માફીનો સ્પેલિંગ ખોટો છે, કૃપા કરીને તેને T4516 માં સુધારી દો.”
આ સમાચાર પણ વાંચો: ખુશખબર / આ લોકોને નહીં ભરવું પડે ઈનકમ ટેક્સ, બજેટ પહેલા સરકારે આપી આ ગુડ ન્યૂઝ
અમિતાભ બચ્ચન નું વર્ક ફ્રન્ટ
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન હાલમાં જ ફિલ્મ ‘ગુડબાય’માં જોવા મળ્યા હતા. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નથી. તેઓ ટૂંક સમયમાં ‘આદિપુરુષ’માં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન પણ મુખ્ય ભૂમિકામાં છે. તેમજ, તેઓ પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે ‘પ્રોજેક્ટ કે’ માં પણ જોવા મળશે.
Join Our WhatsApp Community