Site icon News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan Birthday: અમિતાભ બચ્ચન ની એક ફિલ્મે બદલ્યું તેમના ફેન આનંદ પંડિત નું નસીબ,આજે તેઓ છે બિગ બી કરતા પાંચ ગણા ધનવાન

Amitabh Bachchan Birthday: અમિતાભ બચ્ચન આજે 82 વર્ષ ના થઇ ગયા છે. અમિતાભ બચ્ચન ની ફેન ફોલોઇંગ પણ મજબૂત છે. તેમાંથી જ તેમનો એક બહુ મોટો ફેન હતો જેનું નસીબ અમિતાભ બચ્ચન ની ફિલ્મ ત્રિશુલ એ બદલી નાખ્યું તો ચાલો બિગ બી ના જન્મદિવસ પર જાણીયે તેમના એક ચાહક ની ના સાંભળેલી વાર્તા

Amitabh Bachchan Fan Turned Billionaire Anand Pandit Now 5 Times Richer Than Big B

Amitabh Bachchan Fan Turned Billionaire Anand Pandit Now 5 Times Richer Than Big B

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan Birthday: અમિતાભ બચ્ચન ના જન્મદિવસે એક એવી કહાની સામે આવી છે, જે તેમના એક ફેનની છે — આનંદ પંડિત. એક સમય હતો જ્યારે તેઓ અમદાવાદના નાના વિસ્તારમાં રહેતા હતા અને ‘ત્રિશૂલ’ ફિલ્મ જોઈને પ્રેરિત થયા. આજે તેઓ ₹8660 કરોડની સંપત્તિના માલિક છે — જે બિગ બીની નેટવર્થથી પાંચગણી વધુ છે.

Join Our WhatsApp Channel

‘ત્રિશૂલ’થી શરૂ થયેલી સફર

આનંદ પંડિત મૂળ અમદાવાદના એક નાના વિસ્તારમાં રહેતા હતા અને બાળપણ થી જ તેઓ અમિતાભ બચ્ચનના ખૂબ મોટા ફેન હતા.જ્યારે તેમણે અમિતાભની ફિલ્મ ‘ત્રિશુલ’ જોઈ, જેમાં બિગ બી એક નાના શહેરથી આવીને એક સફળ બિલ્ડર બને છે, ત્યારે આનંદ પંડિતને તેમના જીવનનો રસ્તો મળી ગયો.તેમણે મનોમન નક્કી કરી લીધું કે તેમને પણ પોતાની એક કન્સ્ટ્રક્શન કંપની બનાવવી છે.સપનાં પૂરા કરવા તેઓ અમદાવાદ છોડીને મુંબઈ આવ્યા, જ્યાં સખત સંઘર્ષ પછી તેમણે ‘શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી લિમિટેડ’ ની સ્થાપના કરી. આ જ કંપની આજે તેમને અબજોના માલિક બનાવી ચૂકી છે.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan manager: શાહરુખ ખાનની મેનજર પૂજા દડલાની કરે છે વર્ષે અધધ આટલી કમાણી, તેની વાર્ષિક ઈન્કમ આગળ IAS પણ રહી જાય પાછળ!

મુંબઈ આવ્યાના થોડા જ વર્ષોમાં આનંદ પંડિતે એટલી સફળતા મેળવી કે તેમણે અમિતાભ બચ્ચનના જાણીતા બંગલા ‘જલસા’ ની પાછળ પોતાનો બંગલો ખરીદી લીધો. આ તે ક્ષણ હતી જ્યારે તેમનો આદર્શ તેમનો પાડોશી બની ગયો.રસપ્રદ વાત એ છે કે, પાછળથી અમિતાભ બચ્ચને આ જ બંગલો આનંદ પંડિત પાસેથી લગભગ 50 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.આનંદ પંડિત બિગ બી સાથેના પોતાના સંબંધો વિશે કહે છે, “બચ્ચન સાહેબ મારા માટે પરિવાર જેવા છે. તેમની વિનમ્રતા અને સાદગીએ મને જીવન જીવવાની સાચી રીત શીખવી છે.”આનંદ પંડિતની મિત્રતા માત્ર અમિતાભ સાથે જ નહીં, પણ શાહરૂખ ખાન સાથે પણ છે.


આનંદ પંડિતનું ફિલ્મોમાં નિર્માણનું સફર 2015માં ‘પ્યાર કા પંચનામા 2’થી શરૂ થયું. તેમણે અમિતાભ બચ્ચનની ‘સરકાર 3’ અને ‘ચેહરે’, તેમજ અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’ને પણ પ્રોડ્યુસ કરી.તાજેતરના વર્ષોમાં તેમણે ગુજરાતી ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ અને મરાઠી ફિલ્મ ‘જિલબી’ જેવી પ્રાદેશિક સિનેમા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હાલમાં જ જાહેર થયેલી હુરુન ઇન્ડિયા 2025ની યાદી અનુસાર અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર બોલિવૂડના સૌથી ધનિક પરિવારોમાં પાંચમા સ્થાને છે.તેમની સામે, આનંદ પંડિતની કુલ સંપત્તિ લગભગ 8,660 કરોડ આંકવામાં આવી છે.આમ, એક સમયે અમિતાભની એક ઝલક જોવા માટે અમદાવાદથી આવેલો આ ચાહક, આજે પોતાના આદર્શ અભિનેતા કરતાં પાંચ ગણું મોટું વ્યાપારી સામ્રાજ્ય ધરાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version