Site icon News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન 82 વર્ષ ના છે અને આજે પણ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સક્રિય છે.કૌન બનેગા કરોડપતિ' શોમાં તેમને તેમની બીમારી અંગે ખુલાસો કર્યો હતો.

Amitabh Bachchan Lives on 25% Liver Due to a 43-Year-Old Medical Mistake

Amitabh Bachchan Lives on 25% Liver Due to a 43-Year-Old Medical Mistake

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન માત્ર તેમના અભિનય માટે નહીં, પણ જીવનની મુશ્કેલીઓ સામે લડવાની ક્ષમતા માટે પણ જાણીતા છે. 1982માં ‘કુલી’  ફિલ્મના સેટ પર એક એક્શન સીન દરમિયાન થયેલી ગંભીર ઘટના આજે પણ તેમના જીવન પર અસર કરી રહી છે. પુનીત ઇસ્સર  સાથેના સીનમાં થયેલી એક ભૂલના કારણે અમિતાભ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Vicky Jain: અંકિતા લોખંડેના પતિ ને હાથમાં આવ્યા 45 ટાંકા, વિકી જૈન એ જણાવ્યું કેવી રીતે થયો હતો અકસ્માત

હેપેટાઈટિસ Bના કારણે લિવર થયું નષ્ટ

ઘટનાના સમયે અમિતાભના શરીરમાં ઘણો રક્તસ્રાવ થયો હતો, જેના કારણે તેમને તાત્કાલિક બ્લડ ટ્રાન્સફ્યુઝન  કરવું પડ્યું. દુર્ભાગ્યવશ, એક ડોનર હેપેટાઈટિસ Bથી સંક્રમિત હતો અને તાત્કાલિકતા વચ્ચે ડોક્ટરો એ ચેક કર્યા વગર તેમનું રક્ત અમિતાભને આપી દીધું. પરિણામે અમિતાભ પણ હેપેટાઈટિસ Bના શિકાર બન્યા. આ સંક્રમણની જાણ તેમને ઘણા વર્ષો બાદ થઈ.


2005 માં અમિતાભના પેટમાં તીવ્ર દુખાવો થયો અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમને ડાયવર્ટિક્યુલાઈટિસ (Diverticulitis) છે. ત્યારબાદ વધુ તપાસમાં જાણવા મળ્યું કે તેમને લિવર સિરોસિસ (Liver Cirrhosis) છે – જે હેપેટાઈટિસ Bના કારણે થયું છે. આ બીમારીમાં લિવર ધીમે ધીમે ખરાબ થવા લાગે છે અને તેના ટિશ્યૂ કામ કરવાનું બંધ કરી દે છે.અમિતાભ બચ્ચન આજે માત્ર 25% લિવર પર જીવી રહ્યા છે. 75% લિવર હેપેટાઈટિસ Bના કારણે નષ્ટ થઈ ગયું છે. તેમણે ‘કૌન બનેગા કરોડપતિ’  શોમાં આ ઘટનાની ચર્ચા પણ કરી હતી. 82 વર્ષની ઉંમરે પણ તેઓ સતત કામ કરી રહ્યા છે અને તેમના જીવનનો આ સંઘર્ષ લાખો લોકોને પ્રેરણા આપે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version