News Continuous Bureau | Mumbai
બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન દર રવિવારે તેમના ચાહકોને મળે છે. બિગ બીની એક ઝલક જોવા માટે તેમના ઘર ‘જલસા’ સામે ચાહકોની ભારે ભીડ ઉમટે છે. રસપ્રદ વાત એ છે કે, બિગ બી પોતાના ચાહકોને મળવા માટે ખુલ્લા પગે જાય છે. ભૂતકાળમાં તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેનું કારણ પણ આપ્યું હતું. જોકે, આ રવિવારે બિગ બી એક નવા અવતારમાં ફેન્સની સામે આવ્યા હતા. આ વખતે તેમણે પગમાં શૂઝ પહેર્યા હતા. તસવીરો જોયા બાદ દરેક વ્યક્તિ પૂછે છે કે શું બિગ બીએ વર્ષો જૂની પરંપરા તોડી છે? આવો જાણીએ..
અમિતાભ બચ્ચને કર્યો ખુલાસો
દર વખતની જેમ રવિવારે પણ બિગ બી પરંપરા મુજબ તેમના ચાહકોને મળ્યા હતા. તેમના ઘરેથી તેમણે તમામ ચાહકોને હાથ હલાવીને શુભેચ્છા પાઠવી હતી. પરંતુ, આ વખતે તેમણે ખુલ્લા પગે આવવાની પરંપરા તોડી હતી. બિગ બીએ પોતાના બ્લોગમાં આનું કારણ જણાવ્યું છે.અમિતાભ બચ્ચને લખ્યું છે કે આ વખતે રવિવારે તેઓ પગરખાં પહેરીને તેમના ચાહકોને મળ્યા કારણ કે તેમના પગમાં ફોલ્લા હતા. તસવીર શેર કરતાં બિગ બીએ લખ્યું, ‘અને આજે મોટો ફરક છે..જૂતા..જૂતા કારણ કે ગઈકાલે આખો દિવસ ઉઘાડા પગે શૂટિંગ કરવાથી મારા પગમાં ફોલ્લા પડી ગયા છે. એટલા માટે મંદિર હજુ પણ એવું જ છે અને આગલી વખતે પણ તેનું સન્માન કરવામાં આવશે.’બિગ બીએ આગળ લખ્યું, ‘હવે ની મુલાકાત ખુલ્લા પગે થશે.’
View this post on Instagram
અમિતાભ બચ્ચન નું વર્ક ફ્રન્ટ
અમિતાભ બચ્ચન ટાઇગર શ્રોફ અને કૃતિ સેનન સાથે ગણપથ પાર્ટ 1 માં જોવા મળશે. બિગ બી હાલમાં ફિલ્મ સેક્શન 84 ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તે પ્રભાસના ‘પ્રોજેક્ટ કે’ માં પણ જોવા મળશે. તેમાં દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો: ઝીનત અમાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે કર્યો ખુલાસો, કહ્યું કે ‘લોકો ને ટેલેન્ટ નહીં આ વસ્તુ માં છે વધારે રસ’