News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર અનિલ કપૂર ( anil kapoor ) અને આદિત્ય રોય કપૂર ( aditya roy kapoor ) સ્ટારર વેબસિરિઝ ( web series ) ‘ધ નાઈટ મેનેજર’નો ( the night manager ) ફર્સ્ટ લુક રિલીઝ ( first look out ) થઈ ગયો છે. આ વેબ સિરીઝમાં બંને કલાકારો ની સશક્ત ભૂમિકા જોવા મળશે. તમને જણાવી દઈએ કે અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર ની વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ બ્રિટિશ ટીવી સીરીઝની ઓફિશિયલ હિન્દી રીમેક છે. આ વેબ સિરીઝમાં અનિલ કપૂર હ્યુજ લૌરી નું પાત્ર ભજવશે, જ્યારે આદિત્ય રોય કપૂર ટોમ હિડલસ્ટન દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકામાં જોવા મળશે. આ વેબ સિરીઝ Disney+ Hotstar પર સ્ટ્રીમ થશે. વેબ સીરિઝ ના પહેલા પોસ્ટરમાં એરોપ્લેન પાછળ ધડાકો જોવા મળે છે. જ્યારે અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર તેનાથી દૂર જતા જોવા મળે છે. પોસ્ટર લૉન્ચ થયું ત્યારથી જ અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂરના ચાહકો આ વેબ સિરીઝ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
અનિલ કપૂરે શેર કર્યું પોસ્ટર
વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ નું પોસ્ટર શેર કરતી વખતે અનિલ કપૂરે આ વેબ સીરીઝ ની થોડી હિંટ પણ શેર કરી છે. અનિલ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘દુનિયાના સૌથી ખતરનાક આર્મ્સ ડીલરને રોકવા માટે એક જ હથિયાર છે – હોટલનો નાઈટ મેનેજર.’
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો: રિતિક રોશન બર્થડે સ્પેશિયલ: આ કારણે ડિપ્રેશન ની આરે પહોંચ્યો હતો બોલિવૂડનો ‘ગ્રીક ગોડ , અનેક પડકારોનો કરવો પડ્યો હતો સામનો
ક્યારે રિલીઝ થશે સિરીઝ
વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ માં અનિલ કપૂર એક હથિયાર ડીલર ના રોલમાં જોવા મળશે જે પોતાની જાતને બધાની સામે એક બિઝનેસ ટાયકૂન તરીકે રજૂ કરે છે. જ્યારે આદિત્ય રોય કપૂર એક લક્ઝરી હોટલ ના નાઈટ મેનેજર અને ભૂતપૂર્વ સૈનિક તરીકે જોવા મળશે. વેબ સિરીઝ ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.