News Continuous Bureau | Mumbai
રિમેક ફિલ્મો ભલે સારી કમાણી ન કરતી હોય, પરંતુ બોલિવૂડના નિર્માતાઓને તેમનામાં વિશ્વાસ છે. આ જ કારણ છે કે હિન્દીમાં રિમેકની પ્રક્રિયા ચાલી રહી છે. અહેવાલ છે કે અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની હિટ ફિલ્મ જમાઈ રાજા (1990)ની રિમેક બનવા જઈ રહી છે. હાલ માંજ ફિલ્મે 32 વર્ષ પૂરા કર્યા. એન્ટરટેઈનમેન્ટ કંપની શેમારૂ અને ઈન્ડિયન મીડિયા એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક (IMEN) એ તેની રીમેકની જાહેરાત કરી છે. આ ફિલ્મ સૌપ્રથમ 1989માં તેલુગુમાં અટ્ટાકુ યમુડુ અમ્માયાકી મોગુડુ નામથી બની હતી. જેમાં ચિરંજીવી અને વિજયા શાંતિ હતા. ડિરેક્ટર હતા એ. કોડંદરામી રેડ્ડી. આ ફિલ્મ સાસુ અને જમાઈ વચ્ચેના ઝઘડાની વાર્તા છે. આ ફિલ્મ બાદમાં તમિલ, હિન્દી અને બંગાળીમાં રીમેક કરવામાં આવી હતી.
પ્રાપ્ત જાણકારી મુજબ શેમારુએ કહ્યું છે કે તે આ ફિલ્મને નવા જનરેશનના દર્શકો અનુસાર થોડા ફેરફાર સાથે રિમેક કરવાની તૈયારી કરી રહ્યા છે. શેમારૂ આ વર્ષે તેની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ કરી રહી છે અને કંપની બોલિવૂડમાં કેટલીક નવી યોજનાઓ સાથે આવી રહી છે. જમાઈ રાજાની રિમેક તે યોજનાઓમાં સામેલ છે.હાલમાં બંને કંપનીઓએ એ સ્પષ્ટ કર્યું નથી કે અનિલ કપૂર અને માધુરી સ્ટારર ફિલ્મ કયા કલાકારો સાથે બનશે. આ રીમેક કોણ લખશે અને દિગ્દર્શન કરશે? આશા છે કે 2023માં આ ફિલ્મ સિનેમાઘરોમાં આવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ બાદ હવે સાઉથમાં પોતાનો સિક્કો જમાવવા તૈયાર દીપિકા પાદુકોણ-એસ એસ રાજામૌલીની ફિલ્મમાં આ અભિનેતા સાથે કરશે રોમાન્સ
ઉલ્લેખનીય છે કે એ. જમાઈ રાજાનું નિર્દેશન કોડંદરામી રેડ્ડીએ કર્યું હતું. આ ફિલ્મ એક એવી અમીર મહિલાની વાર્તા છે, જેને પોતાની દીકરીના એક સામાન્ય છોકરા સાથે લવ મેરેજ પસંદ નથી. તે છોકરાને ઘરજમાઈ બનાવીને તેની દીકરીથી છૂટાછેડા અપાવવાનો પ્રયત્ન કરતી રહે છે. જમાઈ રાજામાં હેમા માલિની સાસુના રોલમાં હતી. ફિલ્મમાં અનુપમ ખેર, સતીશ કૌશિક, અન્નુ કપૂર અને શક્તિ કપૂર પણ મહત્વની ભૂમિકામાં હતા.