Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 17 ankita lokhande: સુશાંત સિંહ રાજપૂત ને નથી ભૂલી શકી અંકિતા લોખંડે, બિગ બોસ 17 ના ઘરમાં અભિનેતા ને યાદ કરી કહી આવી વાત

Bigg boss 17 ankita lokhande: જયારે પણ સુશાંત સિંહ રાજપૂત નું નામ આવે ત્યારે અંકિત લોખંડે ભાવુક થઇ જાય છે. હવે બિગ બોસ ના આગામી એપિસોડમાં અભિનેત્રી સુશાંત વિશે વાત કરતા રડી પડી હતી.

ankita lokhande get emotional remembring her ex boyfriend sushant singh in bigg boss 17

ankita lokhande get emotional remembring her ex boyfriend sushant singh in bigg boss 17

News Continuous Bureau | Mumbai 

Bigg boss 17 ankita lokhande:સલમાન ખાન નો કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો બિગ બોસ 17 સતત લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં સ્પર્ધક એકબીજા સાથે લડતા, રડતા જોઈ શકાય છે. હવે બિગ બોસ 17 ના તાજેતરના એપિસોડમાં અંકિતા લોખંડે ઈમોશનલ જોવા મળશે. અંકિતા તેના સહ-સ્પર્ધક અભિષેક સાથે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરતા કરતા રડી પડે છે. 

Join Our WhatsApp Channel

 

સુશાંત સિંહ રાજપૂત ને યાદ કરી રડી પડી અંકિતા 

કલર્સ ટીવી એ બિગ બોસ 17 નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. આ પ્રોમો વિડીયો માં જોવા મળે છે કે, અંકિતા લોખંડે અને અભિષેક ગાર્ડન એરિયામાં બેઠા છે. આ દરમિયાન અંકિતા લોખંડેએ અભિષેકને કહે છે., ‘જ્યારે તું શર્ટ વગર ફરે છે, ત્યારે તારું શરીર જોઈને મને સુશાંતની યાદ આવે છે.’ અભિષેક કહે છે, ‘તેની અને મારી યાત્રા અને પૃષ્ઠભૂમિ એકસમાન છે.’ અંકિતા લોખંડે કહે છે, ‘તે તમારી જેમ ગુસ્સે ન હતો, તે ખૂબ જ શાંત હતો. સુશાંત ખૂબ જ મહેનતુ હતો, તેની મહેનતનું સ્તર અલગ હતું. તેને કામ પ્રત્યે ખૂબ સમર્પણ હતું. આ વાત કરતા કરતા અંકિતા લોખંડે ભાવુક થઈ જાય છે. ત્યારબાદ અભિષેક કહે છે, ‘મેં વિચાર્યું હતું કે હું તમારી સાથે આ વિશે ક્યારેય વાત નહીં કરું. અંકિતા લોખંડે કહે છે, ‘તેના વિશે વાત કરીને સારું લાગે છે. ગર્વ અનુભવું છું ફેમિલી છે.’ આમ કહી અંકિતા રડવા લાગે છે.


તમને જણાવી દઈએ કે, અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત પવિત્ર રિશ્તા ના સેટ પર મળ્યા હતા. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ થયો હતો. 7 વર્ષ રિલેશનશિપ માં રહ્યા બાદ સુશાંત અને અંકિતા નું બ્રેકઅપ થઇ ગયું.ત્યારબાદ અંકિતા ના જીવન માં વિકી જૈન આવ્યો અને અંકિતા એ વિકી જૈન સાથે લગ્ન કરી લીધા.બીજી તરફ સુશાંત તેના જીવનમાં આગળ નીકળી ગયો હતો. પછી અચાનક વર્ષ 2020 માં સુશાંત નો મૃતદેહ તેના ફ્લેટ માંથી મળી આવ્યો હતો. 

આ સમાચાર પણ વાંચોઃ Singham again: સિંઘમ અગેન માં અક્ષય કુમાર ની થઇ ધમાકેદાર એન્ટ્રી, અજય દેવગને પોસ્ટ શેર કરી અભિનેતા વિશે કહી આ વાત

 Ayushmann Khurrana Upcoming Film – ‘યે પ્રેમ મોલ લિયા’ બાદ આયુષ્માન ખુરાનાના હાથમાં વધુ એક મહત્વનો પ્રોજેક્ટ આવ્યો, આગામી ફિલ્મમાં સંત કબીરનું પાત્ર ભજવશે 
 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
Exit mobile version