News Continuous Bureau | Mumbai

Ankita lokhande: અંકિતા લોખંડે ના છે આજે પણ સુશાંત સિંહ રાજપૂત ના ઘરવાળા સાથે સંબંધ, સુશાંત ની બહેને પોસ્ટ શેર કરી લખી અભિનેત્રી વિશે આવી વાત

Ankita lokhande: અંકિતા લોખંડે હાલ બિગ બોસ ના ઘરમાં જોવા મળી રહી છે. બિગ બોસ ના ઘરમાં તે તેના પતિ સાથે આવી છે. બિગ બોસ માં ઘણી વાર અંકિતા સુશાંત સિંહ રાજપૂત ને યાદ કરતી જોવા મળી હતી. ત્યારબાદ અંકિતા ની સાસુ એ કહ્યું હતું કે અંકિતા માત્ર સહાનુભૂતિ મેળવવા સુશાંત નું નામ લઇ રહી છે હવે સુશાંત ની બહેને અંકિતા ના સપોર્ટ માં એક પોસ્ટ શેર કરી છે.

ankita lokhande is still in contact with sushant singh rajput family

News Continuous Bureau | Mumbai

Ankita lokhande: અંકિતા લોખંડે બિગ બોસ 17 ની સ્ટ્રોંગ સ્પર્ધક છે. બિગ બોસ 17 માં અંકિતા તેના પતિ વિકી જૈન સાથે જોવા મળી રહી છે. જ્યારથી અંકિતા અને વિકી શો માં આવ્યા છે ત્યારથી બંને વચ્ચે લડાઈ થઇ રહી છે. હવે તો અંકિતા અને વિકી ની લડાઈ ની ચર્ચા બધે જ થઇ રહી છે. હાલમાંજ અંકિતા ની માતા અને વિકી ની  માતા બિગ બોસ ના ઘરમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન અંકિતા ની સાસુ એ અંકિતા પર ફરિયાદ નો વરસાદ કરી દીધો હતો. ત્યારબાદ વિકી જૈન ની માતા એ મીડિયા ને કહ્યું હતું કે અંકિતા સુશાંત નું નામ સહાનુભૂતિ માટે લઇ રહી છે. હવે આ બધા પર સુશાંત ની બહેન અંકિતા ના સપોર્ટ માં આવી છે. 

Join Our WhatsApp Channel

 

અંકિતા ની માતા નો ઇન્ટરવ્યૂ થયો વાયરલ 

બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ અંકિતાની માતા એ મીડિયા સાથે વાતચીત કરી હતી આ દરમિયાન અંકિતા ની માતા એ કહ્યું હતું કે, ‘અંકિતા અને સુશાંત સાથે હું પણ 7 વર્ષ આ ઘરમાં સાથે રહી છું. અંકિતા સુશાંત ને ખુબ પ્રેમ કરતી હતી. તે છોકરો હતો જ એવો. આવી સ્થિતિમાં આગળ વધવું એટલું સરળ નહોતું જેટલું લાગે છે.અંકિતા ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છે. સુશાંત ખૂબ જ સારો વ્યક્તિ હતો અને ખૂબ જ બુદ્ધિશાળી હતો. આજે પણ સુશાંતની બહેનો શ્વેતા અને રાની અંકિતા સાથે ફોન પર વાત કરે છે. તેના પિતા પણ અંકિતાને થોડા દિવસોમાં એકવાર ફોન કરે છે.’ આ સિવાય અંકિતાની માતાએ વિકી જૈનના વખાણ કર્યા અને કહ્યું કે તે હંમેશા અંકિતાની પડખે ઉભો રહ્યો છે.’


હવે સુશાંત સિંહ રાજપૂત ની બહેન શ્વેતા એ અંકિતા ની માતા ની કલીપ નો સ્ક્રીન શોટ શેર કરી ને પોતાની અંકિતા સાથે ની તસવીર શેર કરી ને લખું છે કે, ‘’અમે તને પ્રેમ કરીએ છીએ, અંકી! તમે શ્રેષ્ઠ અને શુદ્ધ છો.’

સુશાંત સિંહ રાજપૂત ની બહેન ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: અંકિતા અને વિકી વચ્ચે ની લડાઈ એ લીધું ઉગ્ર સ્વરૂપ, અભિનેત્રી એ વાત વાત માં આપ્યો આવો સંકેત

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version