ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તેના 13 વર્ષ પૂરા કર્યા છે. આ શો માં કેટલાક વખત પહેલાં splitsvilla ની બોલ્ડ એક્ટ્રેસ આરાધના શર્મા ની એન્ટ્રી થઈ હતી. તેના આ શોમાં ગયા પછી હવે એક બીજી ગ્લેમરસ ગર્લ ની ‘તારક મહેતા’ માં એન્ટ્રી થઈ રહી છે. આ એક્ટ્રેસ ક્રિતી સેનન ની કો-સ્ટાર રહી ચૂકી . આશુતોષ ગોવારીકરની ફિલ્મમાં ક્રિતી સેનન ની સાથે સ્ક્રીન શેર કરી ચૂકેલી અર્શી ભારતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં કામ કરવાને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. ફિલ્મ ‘પાણીપત’ માં અર્શી એ ક્રિતી સેનન ની બહેનપણીની ભૂમિકા ભજવી હતી. હવે તે તારક મહેતા શો માં ખુબજ રસપ્રદ ભૂમિકામાં જોવા મળશે. શો માં અત્યારે તારક મહેતાની ઓફિસ ની બબાલ ચાલી રહી છે. તેવામાં તારક મહેતાના બોસ રાકેશ બેદી ની સેક્રેટરીના કિરદારમાં જોવા મળી શકે છે. અર્શી જણાવ્યું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો માં કામ કર્યા બાદ તે ખૂબ જ ખુશ છે.
'બેલ બોટમ' પછી હવે અમિતાભની 'ચેહરે' પણ થિયેટરોમાં મચાવશે ધૂમ; આ તારીખે થશે રિલીઝ