Site icon News Continuous Bureau | Mumbai

અનુજ ની હાલત જોઈ સોશિયલ મીડિયા પર ચાહકોએ કાઢ્યો અનુપમા પર ગુસ્સો,થઇ ટ્રોલ

રૂપાલી ગાંગુલીના શોમાં અનુપમા અને અનુજ વચ્ચે જે કંઈ ચાલી રહ્યું છે, લોકો હવે અનુપમા પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે.

anuj became a living corpse after separation from his daughter fans troll anupamaa on social media

અનુજ ની હાલત જોઈ સોશિયલ મીડિયા પર ચાહકોએ કાઢ્યો અનુપમા પર ગુસ્સો,થઇ ટ્રોલ

News Continuous Bureau | Mumbai

 રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર ટીવી શો ‘અનુપમા’ સતત અઢી વર્ષથી TRP લિસ્ટમાં નંબર 1 સ્થાન પર છે. ટીવી સિરિયલ ‘અનુપમા’ તેની વાર્તામાં સતત નવા ફેરફારો અને ટ્વિસ્ટને કારણે સોશિયલ મીડિયાથી લઈને ઘર-ઘર સુધી ચર્ચામાં છે. પરંતુ આ દિવસોમાં વાર્તામાં અનુજ અને અનુપમા ની પુત્રી છોટી અનુ તેમનાથી દૂર ચાલી ગઈ છે. જે બાદ અનુજ હવે જીવતી લાશમાં ફેરવાઈ ગયો છે. અનુજની આવી હાલત જોઈને ફેન્સ અનુપમાને ટ્રોલ કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

 

અનુપમા થઇ ટ્રોલ 

આપણે બધા જાણીએ છીએ કે આ સિરિયલમાં છોટી અનુ ની વિદાયથી દરેકનું દિલ દુઃખી છે. પરંતુ પુત્રીને ગુમાવ્યા બાદ અનુજની દુનિયા બરબાદ થઈ ગઈ છે. અનુજ હવે પોતાનો પ્રકાશ ગુમાવી બેઠો હતો, બસ છોટીની યાદોમાં ખોવાયેલો રહે છે. પરંતુ હવે આપણે વાર્તામાં જોઈએ છીએ કે અનુપમા શાહ પરિવાર સાથે હોળી ઉજવવા ગઈ છે અને અનુજને ધીરજની સંભાળમાં મૂકી ગઈ છે. જે બાદ ‘અનુપમા’ના દર્શકો હવે મુખ્ય પાત્ર અનુપમાને ટ્રોલ કરી રહ્યા છે. લોકો કહે છે કે અનુપમા અનુજને આવી હાલતમાં કેવી રીતે છોડી શકે. આખરે તેની પ્રાથમિકતા શું છે?

અનુપમાની હોળીને બેરંગ બનાવી દેશે અનુજ

બીજી તરફ હવે ટીવી શો ‘અનુપમા’ની સ્ટોરીની વાત કરીએ તો 21 માર્ચ મંગળવારના એપિસોડમાં ઘણો ડ્રામા થવાનો છે. કારણ કે અનુપમા શાહ પરિવાર સાથે હોળી મનાવવા જશે. જો તેણીને એવું ન લાગે તો પણ તે બાળકો સાથે ખુશ હોવાનો ડોળ કરશે. પરંતુ અનુજ હોળી નહીં ઉજવે, તે ધીરજ ને કહેશે કે તેને ઊંઘ આવી રહી છે. બીજી તરફ, આપણે જોઈશું કે કાવ્યા અને અનિરુદ્ધને હોળીની ઉજવણી કરતા જોઈને વનરાજનું લોહી ઉકળી જશે. જે બાદ વનરાજ હવે અનુપમાને પ્રપોઝ કરશે. આટલું જ નહીં, અનુજ અને અનુપમાના જીવનમાં ઘણા દુઃખદ ટ્વિસ્ટ આવવાના છે.

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version