News Continuous Bureau | Mumbai
ટીવી સીરીયલ ‘અનુપમા’માં સમરની ભૂમિકા ભજવનાર અભિનેતા પારસ કલનાવતે અચાનક જ શો છોડી દીધો હતો.જેના થોડા જ સમયમાં સમરે તેના ઈન્ટરવ્યુમાં સેટ પરના ખરાબ વાતાવરણ અને રાજકારણને શોમાંથી નીકળવાનું કારણ ગણાવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી તમામ કલાકારોએ આ હકીકતને નકારી કાઢી છે અને હવે ‘અનુપમા’માં નવા જોડાયેલા અભિનેતા અમન મહેશ્વરીએ સેટ પર રાજકારણ અને ખરાબ વાતાવરણની વાતોને ફગાવી દીધી છે.
અમન મહેશ્વરી એ કહી આ વાત
શોમાં કિંજલનું પાત્ર ભજવનાર અભિનેત્રી નિધિ શાહ અને તોશુનું પાત્ર ભજવનાર અભિનેતા આશિષ મેહરોત્રા બાદ હવે અમન મહેશ્વરીએ પણ પારસની વાતને ફગાવી દીધી છે. શોમાં નકુલની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા અમને કહ્યું, “લોકો વસ્તુઓ પર પોતાનો અભિપ્રાય રાખવા માટે સ્વતંત્ર છે, પરંતુ પારસે સેટ પરના વાતાવરણ વિશે જે કહ્યું તેનાથી હું સહમત નથી. પ્રોડક્શન ટીમ ખૂબ જ મીઠી અને સેટનું વાતાવરણ પણ ખૂબ જ સ્વસ્થ છે.”અમન મહેશ્વરીએ કહ્યું, “હું આ શોની ક્રિએટિવ ટીમના સંપર્કમાં પ્રથમ વખત આવ્યો છું અને અન્ય કોઈ પણ શોની સરખામણીમાં તેઓ તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે ખૂબ જ સક્રિય છે. બીજી જગ્યા એ તેઓ તમને ગંભીરતાથી લેતા નથી, સિવાય કે તમે શોના મુખ્ય અભિનેતા હોવ તો.”
View this post on Instagram
અમન મહેશ્વરી એ રૂપાલી ગાંગુલી વિશે કહી આ વાત
અમને કહ્યું, “તેણી સાથેનો મારો અનુભવ મહાન હતો. રૂપાલી મેડમ મને મળેલી સૌથી અદ્ભુત અભિનેત્રીઓમાંની એક છે. તેણીને તેના દ્રશ્યો ભજવતા જોવી એ મારા માટે શીખવાની તક છે. હું મારા પરિચયના દ્રશ્ય વિશે આશ્વત નહોતો. પરંતુ તેણે મને આ દ્રશ્યો કેવી રીતે કરવા તેનું માર્ગદર્શન આપ્યું. અપરા મેમ મારી પ્રિય અભિનેત્રી છે. તે ખૂબ જ સુંદર અને અદ્ભુત કલાકાર છે. જો કે હું આ પરિવારમાં નવો છું પણ સેટ પરનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક છે. સમજવું જોઈએ કે આ શો એ દરેક ને ઘણું બધું આપ્યું છે.”
આ સમાચાર પણ વાંચો: અનુપમાના મેકર્સ અભિનેત્રીઓને આવા કપડાં પહેરાવે છે! બરખા એ વીડિયો બનાવીને ખોલી પોલ, જુઓ વિડિયો