Site icon News Continuous Bureau | Mumbai

Anupama Spoiler: “અનુપમા” માં આવશે મોટો ટ્વીસ્ટ, કોઠારી પરિવાર નો આ સદસ્ય આવશે અનુ ની મદદે, જાણો શો ના આવનાર એપિસોડ વિશે

Anupama Spoiler: “અનુપમા” માં મોટો ટ્વીસ્ટ આવવાનો છે. ડાન્સ ફિનાલે પહેલા અનુપમાને રૂમમાં બંધ કરી દેવામાં આવી છે.

Anupama Spoiler: Biggest Conspiracy Yet – Her Own Children Might Cause Her to Lose Eyesight?

Anupama Spoiler: Biggest Conspiracy Yet – Her Own Children Might Cause Her to Lose Eyesight?

News Continuous Bureau | Mumbai

Anupama Spoiler: સ્ટાર પ્લસના લોકપ્રિય શો “અનુપમા” માં એક પછી એક ધમાકેદાર ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. ડાન્સ ફિનાલેના માત્ર 5 મિનિટ બાકી છે અને અનુપમા અચાનક ગાયબ થઈ જાય છે. ગૌતમ ગાંધીના ઇશારે ક્રૂ મેમ્બર દ્વારા અનુપમાને રૂમમાં બંધ કરી દેવામાં આવે છે. આ ઘટનાની વિડિયો ક્લિપ તોષૂ દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે, જેને જોઈને શાહ અને કોઠારી હાઉસના લોકો ચોંકી જાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Akshay Kumar Birthday: અક્ષય કુમારે પોતાના 58મા જન્મદિવસે ફેન્સને સમર્પિત કર્યો સંદેશ, સોશિયલ મીડિયા પોસ્ટ માં લખી આવી વાત

અનુપમા ના ગાયબ થવાની પાછળ ગૌતમનો હાથ?

રિપોર્ટ મુજબ ગૌતમની ખુશી જોઈને પરાગને શંકા થાય છે. તે ગૌતમને પ્રશ્ન કરે છે કે તે આટલો ખુશ કેમ છે. ગૌતમ વાત ટાળે છે, પણ પરાગને અંદાજ આવે છે કે અનુપમા ના ગાયબ થવાની પાછળ ગૌતમનો જ હાથ હોઈ શકે છે. અનુપમા રૂમમાં આગ લગાવે છે જેથી ફાયર અલાર્મ વાગે અને પરાગ ધૂમાડો જોઈને તેને બહાર કાઢે છે.અનુપમાને બહાર કાઢ્યા પછી તે ડાન્સ ફિનાલેમાં ભાગ લે છે અને અંતિમ રાઉન્ડ જીતી જાય છે. પરંતુ આ દરમિયાન તેની આંખોમાં જે દવા નાખવામાં આવે છે તેમાં કોઈએ કંઈક મિલાવટ કરી હોય એવું જણાય છે. તેને સ્પષ્ટ દેખાતું નથી, છતાં તે હિંમત રાખીને ડાન્સ કરે છે અને જીત મેળવી લે છે.

આ સ્પોઇલર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફેન્સમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો માનતા હતા  કે આ શો હવે વધુ ભાવનાત્મક અને થ્રિલિંગ બની રહ્યો છે. જો અનુપમાની આંખોની રોશની ખરેખર જાય છે, તો આ શો માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.

 

 Aamir Khan Lalkara Preparation – મિસ્ટર પરફેક્શનિસ્ટ ફરી એક્શનમાં! ‘લલકારા’ માટે આમિર ખાને શરૂ કરી આકરી ટ્રેનિંગ અને સ્પેશિયલ ડાયટ
 Yeh Prem Mol Liya Censor Certificate – આયુષ્માન-શરવરીની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ કેમ છે ખાસ? સેન્સર બોર્ડે કોઈ પણ કટ વિના પાસ કરી, મળ્યું UA 13+ સર્ટિફિકેટ
  Ramayana Box Office Collection – ‘રામાયણ’ ની ૨૦મા દિવસે દમદાર વાપસી, ભારતમાં ટૂંક સમયમાં પાર કરશે ₹૧,૦૦૦ કરોડનો આંકડો
 Ayushmann Khurrana Upcoming Film – ‘યે પ્રેમ મોલ લિયા’ બાદ આયુષ્માન ખુરાનાના હાથમાં વધુ એક મહત્વનો પ્રોજેક્ટ આવ્યો, આગામી ફિલ્મમાં સંત કબીરનું પાત્ર ભજવશે 
Exit mobile version