Site icon News Continuous Bureau | Mumbai

‘અનુપમા’ ફેમ ગૌરવની પત્નીને નથી મળી રહ્યું ઈન્ડસ્ટ્રીમાં કામ, શું પત્ની માટે શો પ્રોડ્યુસ કરશે અનુજ?અભિનેતા એ આપ્યો આ જવાબ

લોકપ્રિય શો 'અનુપમા'માં 'અનુજ'નો રોલ કરનાર અભિનેતા ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલા લાંબા સમયથી પડદાથી દૂર છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે આ પાછળનું કારણ જણાવ્યું છે.

anupamaa fame gaurav khanna wife akanksha chamola talked about why she is away from tv

'અનુપમા' ફેમ ગૌરવની પત્નીને નથી મળી રહ્યું ઈન્ડસ્ટ્રીમાં કામ, શું પત્ની માટે શો પ્રોડ્યુસ કરશે અનુજ?અભિનેતા એ આપ્યો આ જવાબ

News Continuous Bureau | Mumbai

લોકપ્રિય ટીવી શો ‘અનુપમા’માં ‘અનુજ’ની ભૂમિકા ભજવનાર અભિનેતા ગૌરવ ખન્ના માટે ચાહકોની કોઈ કમી નથી. અભિનેતાએ તેની દમદાર અભિનયને કારણે ઘણી હેડલાઇન્સ બનાવી છે. ગૌરવની જેમ તેની પત્ની આકાંક્ષા ચમોલા પણ જાણીતી અભિનેત્રી છે. આકાંક્ષા ‘સ્વરાગિની’, ‘લડ્ડુ’, ‘ગંગા યમુના’ અને ‘ભાગ્યલક્ષ્મી’ જેવા ટીવી શોનો ભાગ રહી ચૂકી છે, પરંતુ અભિનેત્રી ઘણા વર્ષોથી સ્ક્રીન પર જોવા મળી નથી. અભિનેત્રીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે શા માટે તે લાંબા સમયથી કોઈ શોમાં દેખાઈ નથી.

Join Our WhatsApp Channel

 

શું ગૌરવ આકાંક્ષા માટે શો પ્રોડ્યુસ કરશે? 

આકાંક્ષાએ કહ્યું કે અભિનેત્રી ફરી ટીવીની દુનિયામાં પરત ફરવા માંગે છે, પરંતુ ઓડિશનમાં નિષ્ફળ જવાને કારણે તેને કામ નથી મળી રહ્યું. અભિનેત્રીએ એક મીડિયા સંસ્થા સાથેની વાતચીત દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તેણે ઘણા ઓડિશન આપ્યા છે, પરંતુ એવું લાગે છે કે લોકો મારા ઓડિશનને પસંદ નથી કરી રહ્યા.તેણે વધુમાં કહ્યું કે મારા ચાહકોને મારી એક જ વિનંતી છે કે તેઓ ગૌરવ પર આ રીતે જ પ્રેમ વરસાવતા રહે. આકાંક્ષાએ વધુમાં કહ્યું કે તેનો પતિ એટલે કે ગૌરવ તેના માટે ટૂંક સમયમાં એક શો પ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છે, કારણ કે કદાચ કોઈ મને કામ આપવા માંગતું નથી. આ અંગે સ્પષ્ટતા કરતા ગૌરવે કહ્યું કે એવું કંઈ નથી. મને લાગે છે કે સમય પહેલાં અને નસીબ કરતાં વધુ કંઈ જ કોઈને મળતું નથી.

 

ગૌરવે કહી આ વાત 

ગૌરવે જણાવ્યું કે, આપણા જીવનમાં સમયનું ખૂબ મહત્વ છે અને હું આ મારા અંગત અનુભવથી કહી રહ્યો છું. હું લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં છું અને મને કામ કરવાની ઘણી તકો મળી, પરંતુ ‘અનુપમા’ પછી રસ્તો બદલાઈ ગયો. હું શોના પ્રેમમાં પડી ગયો. તેણે આગળ કહ્યું કે મને ખાતરી છે કે આકાંક્ષા માટે આવું જ કંઈક થશે, બસ રાહ જોવી પડશે.

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version