Site icon News Continuous Bureau | Mumbai

Babita ji : મુંબઈ ના વરસાદ ની મઝા માણી રહી છે બબીતાજી, મુનમુન દત્તા એ તારક મહેતા ના સેટ પર થી શેર કર્યો વિડીયો

તારક મહેતાના શૂટિંગ સેટ પરથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બબીતા ​​જી ઉર્ફે મુનમુન દત્તા વરસાદમાં ભીંજાતી જોવા મળી રહી છે. મુનમુન દત્તાએ પોતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

Babita ji aka munmun dutta seen enjoying rain on the set of taarak mehta ka ooltah chashmah

Babita ji aka munmun dutta seen enjoying rain on the set of taarak mehta ka ooltah chashmah

News Continuous Bureau | Mumbai

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી પરના સૌથી લોકપ્રિય શોમાંનો એક છે. આ કોમેડી શો ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જોકે આ શો થોડા દિવસોથી વિવાદોમાં ચાલી રહ્યો છે. શોના નિર્માતા-નિર્દેશક અસિત કુમાર મોદી વિવિધ આરોપોનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તારક મહેતાના શૂટિંગ સેટ પરથી હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બબીતા ​​જી ઉર્ફે મુનમુન દત્તા વરસાદમાં ભીંજાતી જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

મુનમુન દત્તા એ શેર કર્યો વિડીયો

મુનમુન દત્તાએ પોતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મુનમુન દત્તા ગોકુલધામ સોસાયટીના સેટની વચ્ચે ખુરશી પર બેઠી છે અને વરસાદ પડી રહ્યો છે. મુનમુન દત્તા એકલી નથી જે વરસાદની મજા માણી રહી છે. વીડિયોમાં તેની સાથે ડોક્ટર હાથી પણ જોવા મળી રહ્યા છે. આ શેર કરતાં મુનમુન લખે છે, ‘આપણા ડિરેક્ટર હર્ષદ ભાઈના શબ્દો.’ વીડિયોમાં એક વ્યક્તિનો અવાજ સંભળાય છે કે, “ઈતની બારિશ હો રહી હૈ ઈધર ગોકુલધામ મેં ઔર યે બબીતા ​​જી યહાં બારીશ કે મઝા લે રહી હે. હાથી ભાઈ ભી બારીશ કા માજા લે રહે છે.”

આ સમાચાર પણ વાંચો: Rakhi Sawant : રાખી સાવંતની ખુશી પર લાગ્યું ગ્રહણ, આ કારણે કરવી પડી રીક્ષા માં સવારી, જુઓ વિડીયો

મુનમુન દત્તા ના વિડીયો પર લોકો એ કરી કમેન્ટ્સ

આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ આવી છે. એક યુઝરે લખ્યું છે કે,હાથી ભાઈને કહો, ખુરશી તૂટી જશે’. ‘તો બીજો લખે છે,જેઠાજી ક્યાં છે?’ વીડિયો પર આવી ઘણી ફની કોમેન્ટ જોવા મળી છે.

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version