News Continuous Bureau | Mumbai
ટીવી સીરિયલ ક્રાઈમ પેટ્રોલમાં હોસ્ટ તરીકે જોવા મળેલા ટીવી એક્ટર અનૂપ સોનીએ પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. તેણે નાના પડદાથી લઈને મોટા પડદા સુધી દર્શકોને પ્રભાવિત કર્યા છે. તેની ગ્લેમરસ લાઈફ સિવાય તેની પર્સનલ લાઈફ પણ છે જે કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. બહુ ઓછા લોકો જાણે છે. તે રાજ બબ્બરના જમાઈ પણ છે. અનૂપ સોનીએ તેની પ્રથમ પત્ની સાથે સંબંધમાં છેતરપિંડી કરી હતી અને પછી બીજા લગ્ન કર્યા હતા. અનૂપ સોનીએ રાજ બબ્બરની દીકરી જુહી બબ્બર સાથે લગ્ન કર્યા છે.
અનૂપ સોનીએ પહેલી પત્ની સાથે છેતરપિંડી કરી!
તેની પહેલી પત્ની રિતુએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે લગ્નના લાંબા સમય બાદ અનૂપ માં બદલાવ જોવા મળ્યો. તેણે કહ્યું કે જ્યારે અનૂપે તેની સાથે અલગ વર્તન કરવાનું શરૂ કર્યું ત્યારે રિતુને ચેટમાંથી સત્ય જાણવા મળ્યું. રિતુએ પોતે ખુલાસો કર્યો હતો કે જ્યારે તેણે અનૂપના મોબાઈલની વિગતો મેળવી ત્યારે તેને ખબર પડી કે તે જૂહી સાથે વાત કરી રહ્યો છે. જ્યારે તેણે જૂહી સાથે આ વાતની પુષ્ટિ કરી તો તે સાચું નીકળ્યું. બંનેએ પોતાના પ્રેમનો એકરાર કર્યો. અનૂપે પોતાની બે દીકરીઓની જવાબદારી લેવાની પણ ના પાડી દીધી હતી.
આ સમાચાર પણ વાંચો: એકબીજાને મારવા માંગે છે શબાના આઝમી અને જાવેદ અખ્તર, જાણો તેમના સંબંધો નું સત્ય
અનુપ સોની એ કર્યા જુહી બબ્બર સાથે લગ્ન
જે પછી રીતુએ પોતે જ અનૂપને છૂટાછેડા આપીને જૂહી સાથે સુખી જીવનની શુભેચ્છા પાઠવી. રીતુ માનતી હતી કે જો આ નસીબમાં હોય તો આપણે શું કરી શકીએ. વર્ષ 2010માં અનૂપ અને રિતુના છૂટાછેડા થઈ ગયા. તે જ સમયે, જુહીએ વર્ષ 2009માં બિજોય નામ્બિયારને પણ છૂટાછેડા આપી દીધા હતા. અનૂપ અને જુહીના લગ્ન વર્ષ 2011માં થયા હતા અને હવે બંનેને એક પુત્ર ઈમાન છે.