News Continuous Bureau | Mumbai
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈને ચાલી રહેલો હોબાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો.તાજેતરમાં રિલીઝ થયેલા ગીત બેશરમ રંગમાં દીપિકા પાદુકોણના કેસરી રંગના મોનોકિની લૂક સામે હિન્દુ મહાસભાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમજ, ફિલ્મના સીનને એડિટ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. તે જ સમયે, વિરોધ પ્રદર્શનો રસ્તા પર ઉતરી આવ્યા છે.
ઇન્દોર માં બાળવામાં આવ્યા પૂતળા
લેટેસ્ટ અપડેટ્સ અનુસાર, ઈન્દોરમાં ફિલ્મ પઠાણ સામે રોષ જોવા મળી રહ્યો છે.ફિલ્મના વિરોધમાં વીર શિવાજી ગ્રુપે દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનના પૂતળા પણ બાળ્યા હતા. પઠાણ ના બેશરમ રંગ માં દીપિકા પાદુકોણ ના આઉટફિટ ના મામલે મધ્યપ્રદેશમાં ભારે હોબાળો થયો હતો. ઈન્દોરમાં કાર્યકર્તાઓ રસ્તા પર એકઠા થયા. વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી હતી. વીર શિવાજી જૂથે કહ્યું કે ફિલ્મના બેશરમ રંગ ગીતે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.ટ્વિટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં દેખાવકારો બોલિવૂડ સુપરસ્ટારનું પૂતળું સળગાવતા અને તેના પોસ્ટરને ચપ્પલ વડે મારતા જોવા મળે છે. આગામી ફિલ્મનો વિરોધ કરતી વખતે તેઓએ “દેશ કે ગદ્દારો કો, જૂતે મારો સા* કો” અને “શાહરૂખ ખાન મુર્દાબાદ” ના નારા લગાવ્યા.
આ સમાચાર પણ વાંચો: શાહરુખ ખાન નો પુત્ર આર્યન ખાન બન્યો બિઝનેસમેન, ફિલ્મ પહેલા વેચશે વિદેશી દારૂ! વિશ્વની સૌથી મોટી કંપની સાથે કરી ડીલ
इंदौर में जलाया गया शाहरुख खान का पुतला शाहरुख खान की फिल्म पठान के गीत में भगवा रंग का इस्तेमाल किए जाने का हो रहा जगह-जगह विरोध हो रहा है इंदौर के वीर शिवाजी ग्रुप ने विरोध स्वरूप शारूख खान का मालवा मिल चौराहे पर पुतला जलाकर फिल्म का विरोध किया गया #pathan @AmitShah #indore pic.twitter.com/vpAHAtxZPG
— sameer khan (@Sameer18786K) December 14, 2022
દ્રશ્ય બદલવાની ચેતવણી આપી
આ મામલે બુધવારે સવારે મધ્યપ્રદેશના મંત્રીએ ચેતવણી આપી હતી કે જો દીપિકાના કપડાં અને ફિલ્મના કેટલાક દ્રશ્યો બદલવામાં નહીં આવે તો આ ફિલ્મ ને રાજ્યમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.ડૉ. નરોત્તમ મિશ્રાએ કહ્યું કે- ફિલ્મ પઠાણના ગીતમાં ટુકડે-ટુકડે ગેંગની સમર્થક અભિનેત્રી દીપિકા પાદુકોણના કપડાં અને વેશભૂષા અત્યંત વાંધાજનક છે.સાથે જ આ ગીતને દૂષિત માનસિકતા સાથે પણ ફિલ્માવવામાં આવ્યું છે. ગીતની સિક્વન્સ અને કોસ્ચ્યુમ ને સરખા કરવા જોઈએ.અન્યથા આ ફિલ્મને મધ્યપ્રદેશમાં રિલીઝ કરવાની મંજૂરી આપવી કે નહીં તે અંગે વિચારવું પડશે.
Join Our WhatsApp Community