News Continuous Bureau | Mumbai
‘ભાગ્ય લક્ષ્મી‘ ફેમ ટીવી એક્ટર આકાશ ચૌધરી રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો. તેની કારનો અકસ્માત થયો હતો. આકાશ મુંબઈ ના લોનાવાલા રોડ ટ્રીપ પર જઈ રહ્યો હતો ત્યારે એક ટ્રક ડ્રાઈવરે તેની કારને ટક્કર મારી હતી. જેના કારણે કારનો પાછળનો ભાગ તૂટી ગયો હતો. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં આકાશને કોઈ ઈજા થઈ નથી. અકસ્માત સમયે તેણે સીટ બેલ્ટ પહેર્યો હતો. તેની સાથે તેનો ડોગ હેઝલ પણ હતો. આકાશે જણાવ્યું કે આ ઘટના બાદ તે આઘાતમાં છે.
આઘાત માં છે આકાશ
આકાશ ચૌધરીએ મીડિયા ને જણાવ્યું, “જ્યારે ટ્રકે અમને ટક્કર મારી ત્યારે મને ખબર ન હતી કે શું થયું. અમે સુરક્ષિત રીતે બહાર આવ્યા પરંતુ આ ઘટનાએ મને આઘાતમાં મૂકી દીધો. હું સૂઈ શક્યો નહીં અને ડરી ગયો. હું વેકેશનમાં હોવા છતાં મને રાત્રે ઊંઘ ન આવી. આખી રાત હું વિચારતો રહ્યો કે એ રસ્તા પર અમારી સાથે શું થયું હશે. આ ઘટનાએ મને અહેસાસ કરાવ્યો કે જીવન કેટલું નાજુક છે. રોડ ભારે ટ્રકોથી ભરેલો હતો અને આ હવામાનમાં અકસ્માતનું જોખમ વધી જાય છે. અમને સુરક્ષિત રાખવા માટે હું ભગવાનનો ખૂબ આભારી છું.”
આ સમાચાર પણ વાંચો : Kedarnath Temple : NO ફોટોગ્રાફી… હવેથી કેદારનાથ મંદિરમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ, પોશાકને લઈને લેવાયો આ નિર્ણય..
આ કારણે આકાશે ડ્રાઇવર સામે ની ફરિયાદ પાછી લીધી
પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી પરંતુ તે ગરીબ માણસ હોવાથી આકાશે ફરિયાદ પાછી ખેંચી હતી. તેણે કહ્યું, ‘એક્ટર વૈભવી ઉપાધ્યાય અને દેવરાજ પટેલના માર્ગ અકસ્માતમાં આકસ્મિક મૃત્યુ બાદ હું ડ્રાઇવિંગ કરતાં ખૂબ જ ડરી ગયો છું. આ ટ્રક ડ્રાઇવરો ડ્રાઇવિંગ કરતી વખતે ખૂબ જ કઠોર બની જાય છે. અકસ્માત દરમિયાન પોલીસ ખૂબ જ સક્રિય હતી અને તેઓએ ડ્રાઈવરની ધરપકડ કરી હતી પરંતુ મેં મારી ફરિયાદ પાછી લઈ લીધી હતી.’