Site icon News Continuous Bureau | Mumbai

Imli: સ્ટાર પ્લસ ની આ સિરિયલ ના સેટ પર બની દુર્ઘટના, કરંટ લાગવાથી થયું લાઇટમેન નું મૃત્યુ,પ્રોડક્શન હાઉસ અને ચેનલ વિરુદ્ધ કરવામાં આવી આ માંગ

Imli: ટીવી શો ઈમલી ના સેટ પર એક દુર્ઘટના બની છે. આ સિરિયલ ના સેટ પર 25 વર્ષીય લાઇટ બોયનું વીજ કરંટથી મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ શોના નિર્માતા ગુલ ખાન અને ચેનલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

big accident on set of imlie 25 year old light man death due to electric shock

big accident on set of imlie 25 year old light man death due to electric shock

News Continuous Bureau | Mumbai

 Imli: સ્ટારપ્લસ નો શો ઈમલી લોકોનો ફેવરિટ શો છે. આ શો ટીવીના ટોપ ટીઆરપી શો માંથી એક છે તેનું શૂટિંગ ગોરેગાંવ ફિલ્મસિટીમાં થાય છે. આ દરમિયાન સેટ પર ઇલેક્ટ્રિક શોક લાગવાથી એક મજૂરે જીવ ગુમાવ્યો, જેનું નામ મહેન્દ્ર યાદવ હતું અને તે લાઇટમેન તરીકે કામ કરતો હતો. મહેન્દ્ર યાદવની ઉંમર માત્ર 23 વર્ષ હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના બાદ મેકર્સ અને ચેનલ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Channel

 

ઈમલી ના સેટ પર થઇ દુર્ઘટના 

ઇમલી ના સેટ પર લાઇટ બોયને ઇલેક્ટ્રીક કરંટ લાગતા શો ની ટીમ તેને હોસ્પિટલ લઇ ગઇ હતી પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું નિધન થઇ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચેનલ અને મેકર્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. AICWA (ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન)ના પ્રમુખે આ દુર્ઘટના બાદ 3 નિવેદન આપ્યા છે. જેમાં શોના નિર્માતા ગુલ ખાન, PH 4 લાયન ફિલ્મ્સ અને ચેનલ વતી કાર્યવાહી કરતી વખતે જીવ ગુમાવનાર મજૂરના પરિવારને 50 લાખ રૂપિયા આપવામાં આવે અને ફિલ્મ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને કમિશનર ને તાત્કાલિક રાજીનામું આપવાની પણ માંગ કરવામાં આવી છે..

આ સમાચાર પણ વાંચો: Aaradhya Bachchan: ફરી ટ્રોલર્સ ના નિશાના પર આવી ઐશ્વર્યા ની પુત્રી આરાધ્યા બચ્ચન, આ વસ્તુ બની બબાલ નું કારણ

ઇમલી ના સેટ પર નહોતી સેફટી 

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘ઇમલી’ સિરિયલના નિર્માતા, પ્રોડક્શન હાઉસ અને ચેનલે સેટ પર કોઈ સલામતી જાળવી ન હતી, જેના કારણે કાર્યકરનો જીવ ગયો. ફિલ્મસિટીમાં અનેક અકસ્માતો થઈ રહ્યા છે. ઘણી વખત સેટ પર આગ, દીપડાના હુમલા અને વીજ કરંટથી કામદારોના મૃત્યુ ના કિસ્સાઓ બન્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું મુખ્ય કારણ સેટ પર સેફ્ટી ગિયર્સની ગેરહાજરી છે. સેટ પર કામ કરતા લોકોનું કહેવું છે કે આ મામલાને દબાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ફિલ્મના સેટ પર બનતી આવી અનેક ઘટનાઓને દબાવી દેવામાં આવે છે.અને તેની નોંધ પણ લેવામાં નથી આવતી. 

 

 Ayushmann Khurrana Upcoming Film – ‘યે પ્રેમ મોલ લિયા’ બાદ આયુષ્માન ખુરાનાના હાથમાં વધુ એક મહત્વનો પ્રોજેક્ટ આવ્યો, આગામી ફિલ્મમાં સંત કબીરનું પાત્ર ભજવશે 
 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
Exit mobile version