Site icon News Continuous Bureau | Mumbai

પ્રિયંકા ચોપરા બાદ હવે બિપાશા બાસુ એ બતાવી તેની દીકરી ‘દેવી’ ની ઝલક, પુત્રી ની ક્યુટનેસ પર સેલેબ્સ અને ચાહકોએ વરસાવ્યો પ્રેમ

બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ અને અભિનેતા કરણ સિંહ ગ્રોવરે સોશિયલ મીડિયા પોસ્ટમાં દીકરી દેવી બાસુ સિંહ ગ્રોવર (દેવી)નો ચહેરો બતાવ્યો છે. ચાહકો અને સેલેબ્સ દેવી પર પ્રેમ વરસાવી રહ્યા છે.

bipasha basu and karan singh grover reveal daughter devi face to the world cute pic is viral

પ્રિયંકા ચોપરા બાદ હવે બિપાશા બાસુ એ બતાવી તેની દીકરી ‘દેવી’ ની ઝલક, પુત્રી ની ક્યુટનેસ પર સેલેબ્સ અને ચાહકોએ વરસાવ્યો પ્રેમ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ અને એક્ટર કરણ સિંહ ગ્રોવરે મોડી રાત્રે ફેન્સને એક એવી ગિફ્ટ આપી છે, જેની તેઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. બિપાશા- કરણે ચાહકોને તેની પ્રિય પુત્રી દેવી બાસુ સિંહ ગ્રોવરનો ચહેરો બતાવ્યો છે અને તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં દેવી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે અને ફેન્સ અને સેલેબ્સ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

 

કરણ-બિશાપા એ શેર કરી પોસ્ટ

કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુ એ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે પુત્રી દેવી ની તસવીર શેર કરી છે. આ પોસ્ટમાં દેવીની બે તસવીરો છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. બેબી પિંક ડ્રેસની સાથે દેવીએ ક્યૂટ હેરબેન્ડ પહેરી છે. પોસ્ટની સાથેના કેપ્શનમાં લખ્યું છે, ‘હેલો વર્લ્ડ, હું દેવી છું.’ આ સાથે હાર્ટ અને નજર ના લાગે તેની ઇમોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફેન્સ અને સેલેબ્સ વરસાવી રહ્યા છે પ્રેમ 

12 નવેમ્બર, 2022ના રોજ બિપાશા-કરણના ઘરે પુત્રી નો જન્મ થયો હતો. જેની જાણકારી તેણે સોશિયલ મીડિયા પોસ્ટ પર આપી હતી. પોસ્ટની સાથે દંપતીએ દીકરીનું નામ પણ જાહેર કર્યું હતું, ત્યારથી લઇ ને અત્યાર સુધી તેમને તેમની પુત્રી ની તસવીરો અને વીડિયોમાં તેનો ચહેરો બતાવ્યો નહોતો. પરંતુ ગઈકાલે રાત્રે તેણે દેવીનો ચહેરો પણ બતાવ્યો હતો. પૂજા દદલાની, સોફી ચૌધરી, સુઝૈન ખાન, ફરાહ ખાન, આરતી સિંહ સહિત ઘણા સેલેબ્સે દેવીની તસવીર પર કોમેન્ટ કરી છે. 

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version