રામ ચરણ ( ram charan ) સાઉથ સિનેમાનો ( blockbuster film RRR ) સુપરસ્ટાર ( south superstar ) છે. તે પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં તેના ચર્ચામાં આવવાનું કારણ ખૂબ જ ખાસ છે. રામ ચરણની પત્ની ઉપાસના કામિનેની ( upasana kamineni ) કોનિડેલા ગર્ભવતી ( pregnant ) છે. રામ ચરણે સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. જણાવી દઈએ કે અભિનેતા લગ્નના 10 વર્ષ પછી પિતા બનવાના છે. તેલુગુ સુપરસ્ટારના ચાહકો માટે આ કોઈ સારા સમાચારથી ઓછું નથી.
રામ ચરણે પોસ્ટ શેર કરી આપી માહિતી
રામ ચરણ માટે વર્ષ 2023 ખૂબ જ ખાસ રહેવાનું છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં હનુમાનજીનો ફોટો બનાવવામાં આવ્યો છે. પોસ્ટમાં લખ્યું છે- ‘શ્રી હનુમાનજીની કૃપાથી, અમને એ જાહેર કરતાં ખૂબ જ આનંદ થાય છે કે રામ ચરણ અને ઉપાસના તેમના પ્રથમ બાળકની અપેક્ષા કરી રહ્યાં છે. પ્રેમ અને કૃતજ્ઞતા સાથે સુરેખા અને ચિરંજીવી કોનિડેલા, શોભના અને અનિલ કામીનેની.
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો: Mumbai Traffic : શું આજે તમે ગાડી લઈને બહાર નીકળવાનો વિચાર કરો છો? તો આ સમાચાર વાંચી લ્યો. G 20 Summit ને કારણે આજે મુંબઇ શહેરમાં ટ્રાફિક ડાઇવર્ઝન છે.
ઇટાલી માં સેલિબ્રેટ કરી હતી તેમની 10 મી વેડિંગ એનિવર્સરી
તમને જણાવી દઈએ કે જુલાઈમાં રામ ચરણ અને ઉપાસનાએ ઈટાલીમાં તેમની 10મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. રામ ચરણ અને ઉપાસના કોલેજમાં એકબીજાને મળ્યા. એક વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ 14 જૂન 2012ના રોજ લગ્ન કર્યા હતા. જુલાઈમાં ઉપાસના ગર્ભવતી હોવાની ઘણી વાતો થઈ હતી, પરંતુ ઉપાસનાએ કહ્યું હતું કે તે અત્યારે બાળક નથી ઈચ્છતી અને લોકોએ તેના નિર્ણયનું સન્માન કરવું જોઈએ.રામ ચરણ અને ઉપાસના તદ્દન વિપરીત પ્રકૃતિના છે. એક તરફ જ્યાં રામ ચરણ ખૂબ જ શાંત છે, ત્યાં ઉપાસના ખૂબ જ ખુલ્લા મનની છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સાઉથ સ્ટાર છેલ્લે સુપરહિટ ફિલ્મ ‘RRR’માં જોવા મળ્યો હતો.
Join Our WhatsApp Community