Site icon News Continuous Bureau | Mumbai

ફિલ્મની ચકાચોંધ થી દૂર ગૂગલ ઈન્ડિયાની ઇન્ડસ્ટ્રી હેડ બની ગઈ છે બોલિવૂડ ની આ અભિનેત્રી

News Continuous Bureau | Mumbai

1996માં આવેલી ફિલ્મ 'પાપા કહેતે હૈ'ની એક્ટ્રેસ મયુરી કાંગો (Mayuri Kango)ઘણા સમયથી બોલિવૂડમાંથી ગાયબ છે. તે છેલ્લે 2000માં આવેલી તેલુગુ ફિલ્મ(Telugu film) 'વામસી'માં જોવા મળી હતી. 1995માં આવેલી ફિલ્મ 'નસીમ' (Naseem)થી ડેબ્યૂ કરનારી મયુરીની 'પાપા કહેતે હૈં' અને 'હોગી પ્યાર કી જીત' જેવી ફિલ્મો સિવાય બીજી કોઈ ફિલ્મ સફળ રહી નથી.ફિલ્મો અને સિરિયલોમાં સફળતા ન મળ્યા પછી, મયુરીએ ડિસેમ્બર 2003માં ઔરંગાબાદમાં NRI આદિત્ય ધિલ્લોન સાથે લગ્ન(marriage) કર્યા. મયુરી અને આદિત્યની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા એક પાર્ટીમાં થઈ હતી.

Join Our WhatsApp Channel

અભ્યાસ દરમિયાન મયુરીને આઈઆઈટી કાનપુર (IIT Kanpur)માટે પસંદ કરવામાં આવી હતી, પરંતુ ફિલ્મોમાં કરિયરને કારણે તેણે અહીં એડમિશન(admission) લીધું ન હતું. મયુરીના કહેવા પ્રમાણે, તેણે લગભગ 16 ફિલ્મો કરી પરંતુ તેમાંથી ઘણી રિલીઝ થઈ શકી નહીં.ત્યારબાદ મયુરી તેના પતિ સાથે અમેરિકા(America) શિફ્ટ થઈ અને અહીંથી તેણે માર્કેટિંગ અને ફાઈનાન્સમાં MBA કર્યું. બાદમાં 2004 થી 2012 સુધી તેણે અમેરિકામાં જ કામ કર્યું. મયુરીના કહેવા પ્રમાણે,તે  2013માં ભારત(India)શિફ્ટ થઈ ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો : કાજોલ અને સાઉથ ના આ સુપરસ્ટાર ને મળ્યું ઓસ્કાર કમિટીમાં સામેલ થવાનું આમંત્રણ- અજય દેવગને ટ્વિટ કરી પાઠવી અભિનેત્રી ને શુભેચ્છા

ભારતમાં (India shift)શિફ્ટ થયા પછી, મયુરીએ ફ્રેન્ચ એડવર્ટાઇઝિંગ પબ્લિસિસ ગ્રુપની કંપની પરફોર્મિક્સ (performax)માં કામ કર્યું. અહીં મયુરી મેનેજિંગ ડિરેક્ટર(MD) તરીકે કામ કરતી હતી. 2019 માં, તેણીને એક મોટી તક મળી અને તેણી ગૂગલ ઈન્ડિયા(Google India )માં જોડાઈ. મયુરી ગૂગલ ઈન્ડિયાની ઈન્ડસ્ટ્રી હેડ (Industry head)બની ગઈ છે. તેણે ઘણી વખત સોશિયલ મીડિયા પર પોતાની ઓફિસની ઝલક પણ બતાવી છે.

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version