ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ફેબ્રુઆરી 2021
ભારતીય ફિલ્મ અને ભૂતપૂર્વ ટેલિવિઝન અભિનેત્રી પ્રાચી દેસાઈએ ઝી ટીવી પર ટીવી શો કસમ સેમાં મુખ્ય નાયક તરીકેની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કરી હતી. તેને આ ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો.
એવા થોડા જ લોકો છે જે નાના પડદાથી મોટા પડદા સુધીની સફર પૂર્ણ કરી શકે છે. તેમાંથી જ એક છે પ્રાચી દેસાઈ, જેમણે નાના પડદાથી મોટા પડદા પર પોતાની તેજસ્વી અભિનયની છાપ છોડી દીધી.
પ્રાચી સોશિયલ મીડિયા પર પણ એક્ટીવ છે તેના બોલ્ડ અને ફોટોસ અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. પ્રાચી દેસાઈની તસવીરોમાં જોઇ શકાય છે કે તે એકદમ ગ્લેમરસ છે. દરેક વખતે તે એક અલગ લૂકમાં જોવા મળે છે.
ઝી ટીવી શો કસમ સેમાં કામ કરી ચૂકેલી પ્રાચીએ વર્ષ 2008 માં બોલિવૂડ ફિલ્મ રોક ઓન માં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે લાઇફ પાર્ટનર, વન્સ અપન અ ટાઇમ ઇન મુંબઈ, બોલ બચ્ચન અને આઈ મી ઓર મેં જેવી બોલિવૂડ ફિલ્મ્સ કરી ચુકી છે.
આપને જણાવી દઈએ કે અભિનેત્રી પ્રાચી દેસાઈ ન્યુટ્રોજીના પ્રોડક્ટસ તેમજ ગોવા ટૂરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર છે.
Leave Comments