મનોરંજન

બોલિવૂડ ના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા ની શર્ટલેસ બ્લેક એન્ડ વાઈટ તસવીરો સોશિયલ મીડિયા પર થઈ વાયરલ. તમે પણ જુઓ આ તસવીરો...

Feb, 20 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

20 ફેબ્રુઆરી 2021

ચાહકોને ફિટ રહેવા માટે પ્રેરણા આપનાર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સોશિયલ મીડિયા પર ફોટોસ અને વીડિયો પોસ્ટ કરીને ચાહકોને તેની પ્રવૃત્તિઓ વિશે અપડેટ કરતો રહે છે.

સિદ્ધાર્થની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી થઈ હતી પરંતુ તેના કામથી સંતુષ્ટ ન હોવાને કારણે તેણે કરણ જોહર સાથે ફિલ્મ 'માય નેમ ઇઝ ખાન' માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

સિધ્ધાર્થે સ્ટુડન્ટ ઓફ ધ યર, એક વિલન, હંસી તો ફાંસી અને ઇત્તેફાક જેવી ઘણી ફિલ્મોમાં કામ કરીને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તે હવે બોલિવૂડનો ફેમસ સ્ટાર બની ગયો છે.

સિદ્ધાર્થ, તેની ઓનસ્ક્રીન પર્સનાલિટી, ક્યુટ લૂક્સ અને હોટ બોડી માટે જાણીતો છે.

હાલમાં એવા સમાચાર વહેતા થયા છે કે, બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે. બંનેએ હજી સુધી તેમના સંબંધો વિશે સ્પષ્ટ રીતે કંઈ કહ્યું નથી. જો કે, બંને ઘણીવાર સાથે જતા જોવા મળે છે.  

ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં લખનઉમાં પોતાની આગામી ફિલ્મ મિશન મંજુના શૂટિંગમાં વ્યસ્ત છે.

Leave Comments