Site icon News Continuous Bureau | Mumbai

ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરને બોમ્બે હાઈકોર્ટમાંથી મળી રાહત, ધરપકડ પર મુક્યો સ્ટે; જાણો શું છે મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 02 માર્ચ 2022           

Join Our WhatsApp Channel

બુધવાર 

પોતાની મરાઠી ફિલ્મ રિલીઝ થયા બાદ કાનૂની મુશ્કેલીમાં ફસાયેલા ફિલ્મમેકર મહેશ માંજરેકર માટે રાહતના સમાચાર આવ્યા છે. મુંબઈ હાઈકોર્ટે મંગળવારે એક સુનાવણીમાં શહેર પોલીસને નિર્દેશ આપ્યો કે મરાઠી ફિલ્મમાં સગીરો પર અશ્લીલ દ્રશ્યો ફિલ્માવવા બદલ ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકર અને બે નિર્માતાઓ સામે ત્રણ અઠવાડિયા સુધી ધરપકડ જેવી કોઈ કાર્યવાહી ના કરે.

શહેર પોલીસે આ સપ્તાહની શરૂઆતમાં માંજરેકર અને અન્ય લોકો સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ FIR નોંધી હતી. દરમિયાન, માંજરેકર, જેમણે ફિલ્મનું નિર્દેશન કર્યું હતું, અને નિર્માતા નરેન્દ્ર હિરાવત અને શ્રેયાંશ હિરાવતે આ કેસને રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેણે ધરપકડથી વચગાળાનું રક્ષણ પણ માંગ્યું હતું.આ કેસમાં અરજદારોના વકીલ એ કોર્ટને જણાવ્યું હતું કે માંજરેકર અને હિરાવત તપાસમાં સહકાર આપવા તૈયાર છે અને જો જરૂર પડશે તો પૂછપરછ માટે પોલીસ સમક્ષ પણ હાજર થશે.

ફિલ્મ ‘લવ હોસ્ટેલ’ માં બોબી દેઓલની એક્ટિંગે જીત્યું સલમાન ખાનનું દિલ, પોસ્ટ શેર કરીને કહી આ વાત; જાણો વિગત

જસ્ટિસ ની ડિવિઝન બેન્ચે આ મામલાની ટૂંકી સુનાવણી પછી અવલોકન કર્યું કે અરજદારોએ વચગાળાની રાહત આપવા માટે કેસ કર્યો હતો.આ મામલે, કોર્ટે અવલોકન કરી ને  ન્યાયાધીશોએ કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) પાસેથી પ્રમાણપત્ર મેળવ્યા પછી ફિલ્મ પહેલાથી જ રિલીઝ કરવામાં આવી છે અને કથિત વાંધાજનક દ્રશ્યો પણ ફિલ્મનો ભાગ નથી.આ સીન ટ્રેલરનો એક ભાગ હતો, જેને હટાવી દેવામાં આવ્યો છે. સુનાવણી સ્થગિત કરતી વખતે, હાઇકોર્ટે જણાવ્યું હતું કે, "અમે પોલીસને નિર્દેશ આપીએ છીએ કે અરજદારો સામે ત્રણ અઠવાડિયા સુધી કોઈ જબરદસ્તી અથવા કોઈ પગલાં ન ભરે."

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version