News Continuous Bureau | Mumbai
બોલિવૂડની કેટલીક એવી ફિલ્મો છે જેણે બોક્સ ઓફિસની સાથે લોકોના દિલો પર પણ કબજો જમાવ્યો હતો. આ યાદીમાં અમિતાભ બચ્ચનની શોલે, શાહરૂખ ખાનની ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સિવાય બોલિવૂડના જાણીતા સ્ટાર અનિલ કપૂરની ફિલ્મોએ પણ ચાહકોના દિલ જીતી લીધા હતા. અનિલ કપૂરે બોલિવૂડને ઘણી એવી ફિલ્મો આપી છે, જેને લોકો આજે પણ જોવાનું પસંદ કરે છે. જેમાં અનિલ કપૂરની ( anil kapoor ) ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા ( mr. india ) પણ સામેલ છે. જે લોકોને ખૂબ પસંદ આવી હતી. હવે આ ફિલ્મના બીજા ભાગને લગતું એક અપડેટ સામે આવ્યું છે, જેને જાણ્યા પછી ચાહકો ખુશ થઈ ગયા છે.
બોની કપૂરે મિસ્ટર ઈન્ડિયા 2 વિશે આ વાત કહી
અનિલ કપૂર અને અમરીશ પુરી ની મુખ્ય ભૂમિકા વાળી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા ફરી એકવાર ચર્ચામાં આવી છે. બોની કપૂરે ( boney kapoor ) આ ફિલ્મને લઈને એક નવું અપડેટ આપ્યું છે. બોની કપૂરે તાજેતરમાં એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યુ આપ્યો છે, જેમાં નિર્માતા બોની કપૂરે આ ફિલ્મના બીજા ભાગ વિશે વાત કરી છે. મીડિયા હાઉસ સાથે વાત કરતાં બોની કપૂરે કહ્યું, ‘હું મિસ્ટર ઇન્ડિયા ની સિક્વલ બનાવવાનો છું. તેની ઘણી માંગ છે. આ સિવાય લોકો ‘વોન્ટેડ’ અને ‘નો એન્ટ્રી’ના બીજા ભાગની પણ ડિમાન્ડ કરી રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ મિસ્ટર ઈન્ડિયા 2ની રાહ જોઈ રહેલા ફેન્સ ઘણા ખુશ દેખાઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ ના ટ્રાફિક થી પરેશાન સોનમ કપૂરે કર્યું આવું ટ્વિટ, ટ્રોલર્સ એ લગાવી દીધી અભિનેત્રી ની ક્લાસ અને કહ્યું , “પાપા કી પરી હો..”
મિસ્ટર ઈન્ડિયાની સ્ટાર કાસ્ટ
25 મે 1987ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા માં ઘણા બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અનિલ કપૂર ઉપરાંત અમરીશ પુરી, શ્રીદેવી અને સતીશ કૌશિક જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે, મિસ્ટર ઇન્ડિયા 2 માં અનિલ કપૂર, અમરીશ પુરી, સતીશ કૌશિક અને શ્રીદેવી એ ભજવેલી ભૂમિકા કોણ ભજવશે.
Join Our WhatsApp Community