Site icon News Continuous Bureau | Mumbai

Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ

Border 2 Banned in Gulf: પાકિસ્તાન વિરોધી કન્ટેન્ટ હોવાના આક્ષેપ સાથે ફિલ્મ પર રોક; રણવીર સિંહની ‘ધુરંધર’ બાદ હવે સની દેઓલની ફિલ્મ નિશાના પર.

Border 2 Banned in Gulf: UAE, Saudi Arabia, and Kuwait deny release

Border 2 Banned in Gulf: UAE, Saudi Arabia, and Kuwait deny release

News Continuous Bureau | Mumbai

Border 2 Banned in Gulf:  ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ‘બોર્ડર 2’ ને લઈને ભારતમાં ભારે ઉત્તેજના છે, પરંતુ ખાડી દેશો (Gulf Countries) માં આ ફિલ્મ રિલીઝ નહીં થાય. રિપોર્ટ્સ અનુસાર, યુએઈ, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીન જેવી ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ (GCC) ના દેશોએ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપી નથી. આ પ્રતિબંધ પાછળનું મુખ્ય કારણ ફિલ્મની વાર્તા હોવાનું કહેવાય છે. ત્યાંની સરકારો આ ફિલ્મને ‘પાકિસ્તાન વિરોધી પ્રોપગેન્ડા’ તરીકે જોઈ રહી છે, જેના કારણે તેને સેન્સર ક્લિયરન્સ મળ્યું નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Daldal Trailer Release: ભૂમિ પેડણેકરની વેબ સિરીઝ ‘દલદલ’ નું ટ્રેલર આઉટ; સીરીયલ કિલરના રહસ્ય અને હિંસક દ્રશ્યોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હડકંપ

‘ધુરંધર’ ને પણ વેઠવો પડ્યો હતો પ્રતિબંધ

આ પહેલીવાર નથી જ્યારે કોઈ ભારતીય ફિલ્મને ગલ્ફમાં પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હોય. ડિસેમ્બર ૨૦૨૫ માં રિલીઝ થયેલી રણવીર સિંહની ‘ધુરંધર’ પર પણ આ દેશોએ પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયે ફિલ્મને ગલ્ફ માર્કેટમાંથી અંદાજે ૯૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તેમ છતાં, ‘ધુરંધર’ એ વિશ્વભરમાં ૧,૧૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી. આથી, મેકર્સને આશા છે કે ‘બોર્ડર 2’ પણ આ નુકસાન છતાં હિટ સાબિત થશે.


ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે ગલ્ફ દેશો બોલીવુડ માટે મોટું માર્કેટ છે, પરંતુ જો ફિલ્મનું કન્ટેન્ટ મજબૂત હોય તો અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી આ નુકસાનની ભરપાઈ કરી શકાય છે. ‘બોર્ડર 2’ ની એડવાન્સ બુકિંગ ભારતમાં અત્યંત જોરદાર છે, જે દર્શાવે છે કે દેશભક્તિનો જુવાળ ફિલ્મને સુપરહિટ બનાવી શકે છે.છેલ્લા કેટલાક સમયમાં રાજકીય અથવા સરહદ સંબંધિત વિષયો પર બનેલી અનેક ફિલ્મો ગલ્ફમાં બેન થઈ છે. જેમાં ‘ગદર 2’, ‘ફાઈટર’ અને ‘સ્કાય ફોર્સ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સતત લાગતા પ્રતિબંધોએ ફિલ્મ જગતમાં સર્જનાત્મક સ્વતંત્રતા અને આંતરરાષ્ટ્રીય બજારની સંવેદનશીલતા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રશ્ન ઉભો કર્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version