News Continuous Bureau | Mumbai
બોલિવૂડ ફિલ્મોના ખરાબ સમય વચ્ચે અનેક બોલિવૂડ મેકર્સ અને એક્ટર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની આવનારી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટઃ૦૧’(Brahmastra part-1) ના બોક્સ ઓફિસ પર નજર ટકેલી છે. આ બિગ બજેટ ફિલ્મમાં આ કપલ જાેડીની સાથે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, નાગાર્જુન અને મૌની રોય જેવા સુપરસ્ટાર્સની(superstar) ભરમાર છે અને કરણ જાેહર અને નિર્દેશક અયાન મુખર્જીની જાેડીએ તેને બનાવવા માટે અનેક વર્ષો સુધી મહેનત કરી છે અને બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડની(Bollywood trend) ચિંતા કર્યા વગર ૯ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું જાેરશોરથી પ્રમોશન(promotion) થઈ રહ્યું છે.
આલિયા અને રણબીરે આઈઆઈટી બોમ્બેની(IIT Bombay) મુલાકાત લીધી હતી. આ જાેડીએ ફિલ્મ વિશેના અને તેમની પર્સનલ લાઈફ (personal life)વિશેના અનેક સવાલોના જવાબ આપ્યા હતા અને સ્ટુડન્ટ્સ સાથે તેમની ફિલ્મના રિલીઝ કરવામાં આવેલા સુપર હિટ સોન્ગ ‘કેસરિયા’ ગાઈને તેમને મનોરંજિત કર્યા હતા.આલિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી(video viral) વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રીને ગાતી જોઈ શકાય છે જ્યારે તેની બાજુમાં બેઠેલા તેનો પતિ રણબીર કપૂર તેને સપોર્ટ(support) કરી રહ્યો છે. આલિયાએ તેની આઇઆઇટી વિઝીટ અંગે સોશિયલ મીડિયા હેન્ડલ(social media handle) પર જાણકારી આપી હતી અને સાથે લખ્યું હતું કે, ફાઈનલી, હવે હું કહી શકું છું કે, હું આઈઆઈટી(IIT) માં પ્રવેશી હતી. ભલે, ફકત એક કલાક માટે… તમને જણાવી દઈએ કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન રણબીર અને આલિયા પ્રેમમાં પડ્યા હતા, ત્યારબાદ બંનેએ એપ્રિલમાં લગ્ન (marriage)કરી લીધા હતા.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતા ની આ અભિનેત્રી ને આર્થિક તંગી નો કરવો પડ્યો હતો સામનો-2 હજાર બચાવવા બદલતી હતી ઘર-સંભળાવી પોતાની આપવીતી
આલિયા અત્યારે પ્રેગ્નેન્ટ(Alia Bhatt pregnant) હોવા છતાં પણ ફિલ્મના પ્રમોશનમાં કોઈપણ કસર છોડવા નથી માગતી. બીજી તરફ, કરણ અને અયાન ફિલ્મ’બ્રહ્માસ્ત્ર’ના આગામી ભાગને તૈયાર કરવાની શરૂઆત કરી ચૂક્યા છે.બ્રહ્માસ્ત્ર પાર્ટ-1 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં(theater release) રિલીઝ થઈ રહી છે.