News Continuous Bureau | Mumbai
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ બહુપ્રતિક્ષિત ફિલ્મ ’72 હુરે’ના ટ્રેલરને પ્રમાણિત કરવાનો ઇનકાર કરી દીધો છે. બોર્ડના આ નિર્ણય બાદ સર્જનાત્મક સ્વતંત્રતા અને સેન્સરશીપને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી છે. ફિલ્મના કો-પ્રોડ્યુસર અશોક પંડિતની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
સેન્સર બોર્ડે સિર્ટીફીકેટ આપવાનો કર્યો ઇન્કાર
CBFCએ ’72 હુરે’ના ટ્રેલરને પ્રમાણિત કરવાનો ઇનકાર કરી દીધો છે. CBFCનો આ નિર્ણય આશ્ચર્યજનક છે કારણ કે અગાઉ બોર્ડે તેને લીલી ઝંડી આપી દીધી હતી. પરંતુ ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કર્યો હતો. બોર્ડના આ નિર્ણય બાદ ફિલ્મના મેકર્સ ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા છે. ’72 હુરે’ના નિર્માતાઓનું કહેવું છે કે તેઓ હવે આ મામલે મદદ માટે ઉચ્ચ અધિકારીઓ પાસે જશે.આ સાથે માહિતી અને પ્રસારણ મંત્રાલયને પણ CBFCના ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરવા વિનંતી કરવામાં આવશે.
અશોક પંડિતે આપી આ પ્રતિક્રિયા
CBFCના નિર્ણયથી નારાજ અશોક પંડિતે કહ્યું, ‘આ લોકો કોણ બેઠા છે? આ મામલો ખૂબ જ ગંભીર છે. જે ફિલ્મને સરકાર દ્વારા નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. CBFCએ તેને પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરી દીધો.ટ્રેલરમાં પણ એ જ બતાવવામાં આવ્યું છે, જે ફિલ્મમાં છે. તમે ટ્રેલરને સર્ટિફિકેટ ન આપીને મોટો સવાલ ઉઠાવ્યો છે. એટલા માટે અમે મેકર્સ CBFC ના ચેરપર્સન પ્રસૂન જોશીને પ્રશ્ન કરવા માંગીએ છીએ. સેન્સર બોર્ડના એવા લોકો કોણ છે જેમણે આ નિર્ણય લીધો છે. સેન્સર બોર્ડની આટલી મોટી મજાક ના કરી શકાય. હું IB મંત્રી અનુરાગ ઠાકુરને આની તપાસ કરવા વિનંતી કરવા માંગુ છું. શું કારણ છે કે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકેટ નથી આપવામાં આવી રહ્યું. કોણ છે એ લોકો જે સેન્સર બોર્ડને બદનામ કરી રહ્યા છે. મને આશા છે કે અમને ન્યાય મળશે.’ફિલ્મની વાર્તા આતંકવાદની કાળી દુનિયા પર આધારિત છે.મેકર્સે ’72 હુરેં’નું ટ્રેલર 28મી જૂને રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન પુરણ સિંહ ચૌહાણે કર્યું છે, જેઓ બે વખત નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે. આ ફિલ્મ 7 જુલાઈએ રિલીઝ થવાની છે.
આ સમાચાર પણ વાંચો : Adipurush: AICWA એ આદિપુરુષ વિવાદમાં અમિત શાહને લખ્યો પત્ર, ઓમ રાઉત અને પ્રોડક્શન ટીમ સામે FIRની માંગણી