જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને આવ્યો હાર્ટ એટેક- દિલ્હી એઈમ્સમાં દાખલ- જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન(Renowned standup comedian) રાજુ શ્રીવાસ્તવને(Raju Srivastav) લઈને ચોંકાવનારા સમાચાર આવ્યા છે. 

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક(Heart attack) આવતા દિલ્હીની હોસ્પિટલમાં(Delhi hospital) દાખલ કરાયા છે. 

મીડિયા રિપોર્ટ મુજબ હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું જણાવાઈ રહ્યું છે. 

પ્રાથમિક માહિતી અનુસાર તેઓ જીમમાં વર્કઆઉટ(Workout at the gym) કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો. 

આ પછી તરત જ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

આ સમાચાર પ્રસરતા જ તેમના ચાહકોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી છે તેમના ચાહકો તેઓ જલ્દીથી ફરી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  તારક મહેતા-શો ના નિર્માતા આસિત કુમાર મોદીના નિવેદન પર એક્ટર શૈલેષ લોઢાએ સો-મીડિયા પર પોસ્ટ શેર કરી આપી પ્રતિક્રિયા- જુઓ ફોટોગ્રાફ 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment