News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર રણવીર સિંહે (Ranveer singh)થોડા દિવસ પહેલા જ બાંદ્રામાં(Bandra) 119 કરોડનો સી-ફેસિંગ ફ્લેટ ખરીદ્યો હતો. હવે રણવીર સિંહ અને તેની પત્ની દીપિકા પાદુકોણ અલીબાગમાં(Alibaug) એક લક્ઝરી વેકેશન હોમના(vacation home) માલિક બની ગયા છે. શુક્રવારે દંપતીએ આ ઘરમાં ખાનગી ગૃહ પ્રવેશ પૂજાનું આયોજન કર્યું હતું. આ અવસર પર રણવીર સિંહે તેના નવા ઘરની કેટલીક તસવીરો તેની ઈન્સ્ટાગ્રામ (Instagram)સ્ટોરીઝ પર શેર કરી છે. આ તસવીરો જોઈને રણવીર અને દીપિકાના ફેન્સ ખૂબ જ ખુશ છે.

આ તસવીરોમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ગૃહ પ્રવેશની(Grih pravesh) પૂજા કરતા જોવા મળે છે. તેમજ બંને હવનની અગ્નિમાં આહુતિ આપતા જોવા મળે છે.

આ તસવીર માં તે અને તેની પત્ની બંને ઘરનો મુખ્ય દરવાજો (main gate)ખોલતા જોવા મળે છે. જો કે તમામ તસવીરોમાં બંનેના ફક્ત હાથ જ દેખાઈ રહ્યા છે.

જોકે દીપિકાએ(Deepika Padukone) હજુ સુધી ગૃહ પ્રવેશની કોઈ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી નથી.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દંપતીની આ પ્રોપર્ટીની(property) કોઈ તસવીર કે તેના વિશે કોઈ ખાસ માહિતી સામે આવી નથી. જણાવી દઈએ કે રણવીર સિંહે તાજેતરમાં બાંદ્રામાં (Bandra)ખરીદેલ સી-ફેસિંગ ફ્લેટ સલમાન ખાનના ઘર ગેલેક્સી અને શાહરૂખ ખાનના ઘર મન્નતની (Mannat)વચ્ચે આવેલો છે.
આ સમાચાર પણ વાંચો : અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલી વધી-EDએ આ કેસમાં બનાવી આરોપી-ચાર્જશીટ થશે દાખલ