News Continuous Bureau | Mumbai
ટીવીની ટોચની અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારીએ ( devoleena bhattacharjee ) ‘ગોપી બહુ’ના પાત્રથી બધાના દિલ જીતી લીધા છે. હાલમાં જ દેવોલીનાએ પોતાના સિક્રેટ વેડિંગથી બધાને ચોંકાવી દીધા હતા. 14 ડિસેમ્બરે દેવોલીનાએ જીમ ટ્રેનર શાહનવાઝ સાથે લગ્ન કરીને નવું જીવન શરૂ કર્યું. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરીને દેવોલીનાએ ફેન્સને પોતાના સિક્રેટ વેડિંગ વિશે જાણકારી આપી અને ફેન્સને તેના પતિનો પરિચય પણ કરાવ્યો. હવે યુઝર્સ ( users ) તેને અલગ ધર્મ ( muslim man )રાખવા માટે ટ્રોલ કરી રહ્યા છે, જેનો દેવોલીનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.
દેવોલિના એ ટ્રોલર્સ ને આપ્યો આવો જવાબ
દેવોલિના છેલ્લા બે વર્ષથી જીમ ટ્રેનર શાહનવાઝને ડેટ કરી રહી હતી. લાંબા સમય સુધી સંબંધ જાળવી રાખ્યા બાદ દેવોલીનાએ શાહનવાઝ સાથે સિક્રેટ મેરેજ કરીને બધાને ચોંકાવી દીધા હતા. દેવોલીનાના લગ્નથી દરેકને આશ્ચર્ય થયું છે, પરંતુ ઘણા લોકો અભિનેત્રીને શાહનવાઝ મુસ્લિમ હોવાને કારણે ટ્રોલ પણ કરી રહ્યા છે. દેવોલીનાની મજાક ઉડાવતા એક યુઝરે તેને પૂછ્યું હતું કે તેનું બાળક હિંદુ હશે કે મુસ્લિમ? યુઝરે તેની ટ્વીટ ડિલીટ કરી દીધી, પરંતુ દેવોલીનાએ ટ્રોલ કરનારને યોગ્ય જવાબ આપ્યો.આ અભદ્ર ટિપ્પણીના જવાબમાં અભિનેત્રીએ લખ્યું, ‘મારા બાળકો હિન્દુ હશે કે મુસ્લિમ, તમને આની શું પડી છે? જો તમે ખૂબ જ ચિંતિત હોવ તો ઘણા અનાથાલયો છે, દત્તક લો અને તે મુજબ તમારો ધર્મ અને નામ પસંદ કરો. મારા પતિ, મારું બાળક, મારો ધર્મ, મારા નિયમો, આ બધું નક્કી કરનાર તમે કોણ છો?’
આ સમાચાર પણ વાંચો: મેસ્સી ફેન રણબીર કપૂરે આર્જેન્ટિનાના ફિફા 2022 વર્લ્ડ કપ જીતવાની કરી ઉજવણી, ફાઇનલ જોવા લવ રંજનના ઘરે આર્જેન્ટિનાની જર્સીમાં જોવા મળ્યું કપલ
પતિ શાહનવાઝ સાથે ખુશ છે અભિનેત્રી
અભિનેત્રી દેવોલીનાની વાત કરીએ તો તે પોતાના લગ્નથી ઘણી ખુશ દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે લગ્નની તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું હતું કે જો તે દીવો લઇ ને શોધે તો પણ તેને આવો પતિ ન મળ્યો હોત. દેવોલીના અને શાહનવાઝના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. ફેન્સ અને સેલેબ્સે પણ અભિનેત્રીને ખૂબ પ્રેમ અને અભિનંદન આપ્યા છે, પરંતુ કેટલાક લોકો આંતર-ધર્મ લગ્ન માટે કપલને ટ્રોલ કરી રહ્યા છે.